ભારત અને નેપાળ સરહદે પેટ્રોલીયમ પાઈપલાઈન યોજના

ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં ઘનિષ્ઠતાના ભાગરૂપે બંને દેશોએ સરહદ પર પેટ્રોલિયમ પાઈપલાઈન યોજના અમલી બનાવી છે. બંને દેશોના સંબંધો માટે આ એક સીમાચિહ્નરૂપ યોજના બની છે. બિહારના મોતીહારીથી નેપાળના અમલકગંજ વચ્ચે આ પાઈપલાઈન નાંખવામાં આવી છે. ૬૯ કિલોમીટર લાંબી પાઈપલાઈન છે, તેમાં ૩૨૭ કિલોમીટર ભારતમાં અને ૩૭.૨ કિલોમીટર નેપાળમાં છે, તે દ્વારા નેપાળમાં ૨૦ લાખ ટન જેટલો ખનીજ તેલનો જથ્થો નેપાળને પહોંચાડવામાં આવશે.

આ અંગેનો કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સથી યોજાયો હતો. ભારત અને નેપાળના પ્રધાનમંત્રી દ્વારા સંયુક્તરૂપે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટ દ્વારા બંને દેશોના સંબંધોમાં નવું પ્રકરણ જાડાયું હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, મોતીહારી-અમલકગંજ પાઈપલાઈન પ્રોજેક્ટ એ ગાઢ સંબંધોનું પ્રતિક બની છે, જેનાથી નેપાળની ઉર્જાની જરૂરિયાત પૂરી થશે અને પેટ્રોલીયમની આયાત પર લાગતો વાહન વ્યવહાર ખર્ચ ઘટી જશે. તેમણે સંતોષ દર્શાવ્યો કે, રાજકીય સ્તરે ઉચ્ચ નેતૃત્વ દ્વારા કરાયેલી કામગીરીના કારણે સમયસર અને સફળ પરિણામો મળી રહે છે તે દ્વારા ભારત અને નેપાળ વચ્ચેની ભાગીદારીમાં વિસ્તરણ થયું છે. પ્રધાનમંત્રીએ નવી દિલ્હીમાંથી વીડિયો કોન્ફરન્સથી તેનો આરંભ કર્યો હતો અને ત્યારે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધો અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો.

શ્રી મોદીએ બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ગાઢ બનશે એવી આશા દર્શાવી અને તે વિવિધ ક્ષેત્રમાં આગળ ધપશે તે માટેના પ્રયત્નો હાથ ધરાશે. પ્રધાનમંત્રીએ નેપાળના વિકાસમાં ભારતે આપેલા યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો અને તે માટેની ભારતની કટીબદ્ધતા દોહરાવી હતી.

કાઠમંડુમાં નેપાળના પ્રધાનમંત્રી કે.પી.શર્મા ઓલીએ પણ વીડિયો કોન્ફરન્સથી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, વેપાર, માળખું, હેરફેર વગેરે બાબતોમાં ભારત અને નેપાળ વચ્ચે ઉદાહરણરૂપ પ્રગતિ થઈ છે. આ પાઈપલાઈન પ્રોજેક્ટ તેમાં મહત્વનો બની રહ્યો છે.

તેમણે કહ્યું કે, ભારત અને નેપાળ વિકાસ અને સમૃદ્ધિ માટે સહિયારા પ્રયત્નો કરવા કટીબદ્ધ છે. આ પ્રોજેક્ટથી નેપાળના લોકોને મહત્વનો લાભ થશે, એમ જણાવી શ્રી ઓલીએ કહ્યું કે, નેપાળમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં લીટર દીઠ બે રૂપિયાનો ઘટાડો થશે. તેમણે કહ્યું કે, આ પ્રોજેક્ટ સમયની પણ બચત કરશે.

નેપાળની ખનીજતેલની જરૂરિયાત ભારત દ્વારા પૂરી પાડવામાં આવે છે. ૧૯૭૩માં તેનો આરંભ થયો અને ત્યારથી ટેન્કરોથી પૂરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે. ઈÂન્ડયન ઓઈલ કોર્પોરેશનની બરૌની રીફાયનરી અને રાકસોલ ડેપોમાંથી તેની કાર્યવાહી થાય છે.

પ્રધાનમંત્રી નરેનદ્ર મોદીની ૨૦૧૪માં થયેલી નેપાળ મુલાકાત બાદ આ પ્રસ્તાવને ગતી મળી. સપ્ટેમ્બર ૨૦૧૫માં બંને દેશોની ઈÂન્ડયન ઓઈલ કોર્પોરેશન અને નેપાળ ઓઈલ કોર્પોરેશન વચ્ચે આ અંગે એક કરાર પર હસ્તાક્ષર થયા હતા. ૨૦૧૪માં એપ્રિલ મહિનામાં શ્રી ઓલીની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી ઓલીએ નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતેથી રિમોટ કન્ટ્રોલથી ચા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.

૩૦ મહિનામાં આ પ્રોજેક્ટની કામગીરી પૂર્ણ કરવાની યોજના હતી, પરંતુ બંને દેશોના અધિકારીઓના અવિરત પ્રયાસો બાદ આ લક્ષ્યાંક ૧૫ મહિનામાં જ હાંસલ કરાયો હતો. નેપાળમાં ભારતનો આ સૌથી ઝડપથી પૂર્ણ થનાર પહેલો પ્રોજેક્ટ છે. આ સિદ્ધી સાથે નેપાળમાં ભારતીય પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવામાં ભારત તરફથી થતાં વિલંબ અંગે ભારત ઉપર થતી ટીકા દૂર થવામાં મદદ મળી છે.

હાલ ચાલી રહેલી પ્રોજેક્ટની કામગીરી અંગે બંને દેશો દ્વારા સમયસર સમીક્ષા બેઠકો કરવામાં આવે છે. ગયા મહિનામાં જ કાઠમંડુ ખાતે ભારત – નેપાળ સંયુક્ત મંચની બેઠક યોજાઈ હતી, જેમાં બંને દેશોના વિદેશ મંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમિક્ષા કરી હતી અને સહકારના નવા ક્ષેત્રો શોધવા મંત્રણા પણ કરી હતી.

બંને પ્રધાનમંત્રીઓએ દ્વિપક્ષીય સંબંધોમાં થયેલી પ્રગતિ અંગે સમાધાન વ્યક્ત કર્યું હતું. શ્રી ઓલીએ ૨૦૧૫ના ભુકંપના અસરગ્રસ્ત લોકો માટે ૫૪ હજાર મકાનો બાંધવા બદલ ભારતનો આભાર માન્યો હતો.

લેખક ઃ રતન સલ્દી, રાજકીય સમીક્ષક