માનવ અધિકાર પંચની ૪૨મી બેઠકમાં ભારતનો આક્ષેપોને મજબૂત રદીયો

રાષ્ટ્રસંઘના માનવ અધિકાર પંચની ૪૨મી બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ કાશ્મીર અંગે એક ખરડો પસાર કરાવવા અને કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચગાવવાનો અધિરાઈ પૂર્વક પ્રયત્ન કર્યો. પરંતુ તે નિષ્ફળ ગયો છે. પંચના કુલ ૪૭ સભ્યોમાંથી પાકિસ્તાનને ઓછામાં ઓછા ૨૪ સભ્યોના ટેકાની જરૂર હતી પરંતુ પંચની બેઠકમાં આ મુદ્દે તત્કાળ ચર્ચા કરાવવાની વિનંતી કરવા જેટલો પણ ટેકો મેળવવામાં પાકિસ્તાન નિષ્ફળ ગયું હતું. અહીં એ બાબત નોંધવી રહી કે, પંચના સત્ર દરમિયાન ગમે ત્યારે ચર્ચા માટે વિનંતી કરી શકાય છે.  અને કાશ્મીર અંગે ખરડો પસાર કરાવવા વિનંતી કરવાની છેલ્લી તારીખ ૧૯ સપ્ટેમ્બર છે. ભારતે આ મુદ્દાને ખાસ મહત્વ નથી આપતું. તેઓ નિર્દેશ કરવા પોતાના મંત્રીને જીનીવા નહીં મોકલવાનું નક્કી કર્યું છે. જાકે, તેણે પાકિસ્તાનના દાવા અને ટિપ્પણીઓને આક્રમક અને ખોટા આક્ષેપો ગણાવી તેને દૃઢ પણે નકારી કાઢ્યા છે.

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કાશ્મીરમાં માનવ અધિકારોનો ભંગ થઈ રહ્યો હોવાનો દાવો કરીને રાષ્ટ્રસંઘ દ્વારા સંયુક્ત તપાસની માંગણી કરવાનો ફરી એક વાર પ્રયત્ન કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. ભારતે પાકિસ્તાનના આ પ્રયાસને રદીયો આપતાં ભાર પૂર્વક કહ્યું હતું કે, કાશ્મીર ભારત આંતરિક બાબતે છે. અને જમ્મુ-કાશ્મીરમાં લાદવામાં આવેલા પ્રતિબંધો સામે પારથી થતી ત્રાસવાદી પ્રવૃત્તિઓ સામે ત્યાંના લોકોને સલામતિ નિÂચ્છત કરવાના હેતુથી લાદવામાં આવ્યા છે.

પાકિસ્તાન પર વળતો પ્રહાર કરતાં ભારતના પ્રતિનિધિએ ભાર પૂર્વક કહ્યું હતું કે, ત્રાસવાદના કારણે સૌથી વધુ માનવ અધિકારનો ભંગ થાય છે. તેમણે માનવ અધિકાર પરિષદના સભ્યોને આવા ત્રાસવાદી કૃષ્તોનો વિરોધ કરવા કહ્યું હતું.

ભારતીય રાજદ્વારી સુશ્રી વિજય ઠાકુર સિંગે પાકિસ્તાન ખાતેના ભારતના ભૂતપૂર્વ રાજદૂત અજય બિસારીયા અને રાષ્ટ્રસંઘમાં જીનીવા ખાતેના ભારતના કાયમી પ્રતિનિધિ રાજીવ ચંદર સાથે મળીને પાકિસ્તાનના આક્ષેપોને રદિયો આપ્યો હતો. સુશ્રી સિંઘે પાકિસ્તાનનું નામ આપ્યા પહેલાં કહ્યું હતું કે, અહીં આવેલા એક પ્રતિનિધિ મંડળે મારા દેશ વિરુદ્ધ આક્રમક ખોટા આક્ષેપો અને મનઘડત આરોપોનો જીવંત અહેવાલ આપ્યો છે. પરંતુ દુનિયા જાણે છે કે આવા ખોટા અને ઘડી કાઢેલા આક્ષેપો વૈશ્વિક ત્રાસવાદના કેન્દ્ર સ્થાનેથી આવી રહ્યા છે. અને વર્ષોથી જ્યાં આતંકવાદના રીઢા ત્રાસવાદીઓને આશરો અપાઈ રહ્યું છે. તે દેશ સરહદ પારના ત્રાસવાદને વૈકÂલ્પક રાજનીતીના સ્વરૂપમાં અનુસરે છે. ભારતી પતિનિધિ મંડળે પાકિસ્તાનની અંદર માનવ અધિકારીઓની ગંભીર Âસ્થતિનો મુદ્દો સફળતા પૂર્વક ઉઠાવ્યો હતો. અને પાકિસ્તાનમાંથી પાડોશી દેશો નિકાસ કરાતાં ત્રાસવાદ ઉપર પણ ધ્યાન ખેંચ્યું હત

તાજેતરના બે બનાવોએ ભારતનો કેસ વધુ મજબૂત બન્યો હતો. તેમાંપહેલો બનાવ પાકિસ્તાનના તહેરી કે ઇન્સાફ પક્ષના ભૂતપૂર્વ સાંસદ બલદેવસિંગે ભારતમાં રાજકીય આશ્રય માગ્યો હત. પ્રસારભારતીના એક નિવેદનમાં તેમણે પાકિસ્તાનમાં લઘુમતીઓની દયાજનક Âસ્થતિ તરફ ધ્યાન દોર્યું હતું કહ્યું હતું કે, પાકિસ્તાનમાં માત્ર હિન્દુઓ જ નહીં શિખો  ત્રાસ્અપાઈ રહ્યો છે. એટલું જ નહીં મુÂસ્લમો પણ ત્યાં સલામત નથી. બીજા કિસ્સો જીનીવામાં રાષ્ટ્રસંઘની માનવઅધિકાર સમિતિની બેઠક બાદ વિશ્વ સિંધી કોંગ્રેસના વિરોધ દેખાવોનો હતો. આ દેખાવો પણ પાકિસ્તાનના સિંધ, બલુચીસ્તાન અને ખૈબર પખ્તુનખ્વા  વિસ્તારોમાં થઈ રહ્યા માનવઅધિકારીના પ્રત્યે વિશ્વનું ધ્યાન દોર્યું હતું.

અહીં નોંધવું જાઈએ કે, માનવ અધિકાર સમિતિની બેઠક પહેલાં જ પાકિસ્તાન દ્વારા જૈશ-એ-મહમ્મદના ત્રાસવાદી મસુદ અઝહરને છોડી મુકવાના અને કાશ્મીરમાં ભારત સામે લોકોને ઉશ્કેરવા ત્રાસવાદીઓન પ્રોત્સાહન આપવા ભારતની સરહદ નજીકની આતંકવાદી છાવણીઓમાં મોકલવાના અહેવાલો પણ આવ્યા હતા. પાકિસ્તાન સરહદે તંગદિલી વધારવા બેવડો વ્યૂહ અપનાવી રહ્યું છે. તેમાં પહેલો વ્યૂહ રાજસ્થાન સિયાલકોટ ક્ષેત્રમાં સૈનિકોની સંખ્યા વધારવાનો છે અને બીજા કાશ્મીર અંગે દુનિયાના ધ્યાન ખેંચવાના પ્રયત્નના ભાગરૂપે રાષ્ટ્રસંઘના માનવ અધિકાર પંચની બેઠક સમક્ષ જમ્મુ કાશ્મીર અંગે ચર્ચા કરાવવા જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરી વધારવાનો છે. જાકે હજી સુધી આંતરરાષ્ટ્રીય સમુદાયે ભારતના વલણને ટેકો આપ્યો છે. અને પાકિસ્તાનના દાવાઓ સામે પ્રશ્નો ઊભા કર્યા છે.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન આ ૨૭મી તારીખે રાષ્ટ્રસંઘને સંબોધન કરશે ત્યારે માનવ અધિકાર પંચની બેઠકમાં પાકિસ્તાનની નિષ્ફળતા અને ત્રાસવાદ સતત ટેકો આપવાની નીતીને કારણે તેનો કેસ ચોક્કસ પણે વધુ નબળો પડશે. પાકિસ્તાન આખી દુનિયામાં બુમરાહ મચાવી રહ્યું છે પરંતુ કાશ્મીર અંગેના પોતાના નિર્ણય માટે આંતરરાષ્ટ્રીય ટેકો મેળવવા ભારત ચૂપચાપ પોતાનો વ્યૂહ અમલમાં મૂકી રહ્યું છે. જાકે, પાકિસ્તાન તેની નિષ્ફળતાઓ છતાં કાશ્મીર મુદ્દો ઉકળતો રાખવા અને દુનિયાભરમાં ફેલાવવા અધિકારી પૂર્વક પ્રયત્ન કરી રહ્યું છે. તેની સાથે જુઠ્ઠો પ્રચાર અને કાશ્મીરમાં ઉગ્રવાદ વખરે તે માટે પણ પ્રયત્ન કરી રહ્યું છે. ઇમરાન ખાને આજે પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીરના મુઝફ્ફરાબાદ ખાતે એક જાહેર સભાને સંબોધવાની જાહેરાત કરી છે અને જમ્મુ-કાશ્મીરના પીડિત લોકો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે. હવે ભારતે આગામી ઓક્ટોબર માસમાં આર્થિક પગલાં કાર્યદળની બેઠકમાં પાકિસ્તાનને કાળી યાદીમાં મુકાવવા પ્રયત્ન કરવાની તક ઝડપી લેવાની જરૂર છે.

લેખકઃ ડો.ઝૈનાબ અખ્તર