જમીનની ગુણવત્તા ઘટતી રોકવા પ્રતિબધ્ધ થતો દેશ – અંગે સમીક્ષા

જીવન માટે જમીન ખુબ જ મહત્વનો સ્રોત છે. તે માનવીને જીવન તથા સુખાકારી માટે અન્ન શુધ્ધ – મીઠુ પાણી, તથા વિવિધ પર્યાવરણ ઉપયોગી સુવિધાઓ પૂરી પાડે છે. આબોહવાની જાળવણીમાં જમીન મહત્વની ભૂમિકા ભજવે છે.

ઘણાં વર્ષોથી ઉપયોગ થતો રહેતા તથા વધતી જતી લોકવસતીના કારણે જમીનની ગુણવત્તાને અસર થઇ છે. કૃષિનું વધતુ દબાણ, વનોનો નાશ, તથા આબોહવામાં પરિવર્તન તથા દુકાળ જેવા પરિબળો ના કારણે જમીનની ગુણવત્તામાં ઘટાડો થયો છે. માનવીના જીવન – વ્યવહારની પણ બરફ વગરની જમીન ઉપર અસર થઇ છે. હાલ મોટા ભાગના દેશોમાં જમીનની ગુણવત્તામાં ઘટાડો તથા રણોના વિસ્તારોમાં વધારો – મુખ્ય સમસ્યાઓ બની રહી છે.

આ બધી જ સમસ્યાઓ અંગે ચર્ચા કરવા તથા માનવજાતિ અને પર્યાવરણના હિતમાં આ સમસ્યાઓ ઉકેલવા દિલ્હી નજીક ગત બીજી સપ્ટેમ્બરથી કોપ – ફોર્ટીન તરીકે ઓળખાતા સભ્ય દેશોની બેઠક યોજાઇ ગઇ. જેમાં ૧૯૭ દેશોના ૯ હજારથી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

આ પરિષદમાં જમીન વ્યવસ્થાપન, જમીનની ગુણવત્તામાં વધારો કરવો, આબોહવામાં પરિવર્તન, પાણીની તંગી સહિત મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સરકારી પ્રતિનિધિઓ – મંત્રી ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રસંઘના અધિકારીઓ તેમજ બિન – સરકારી સંસ્થાના પ્રતિનિધિઓ પણ ઉપÂસ્થત રહ્યા હતા.

બાર દિવસની ચર્ચા વિચારણા બાદ બેઠકે દિલ્હી ઘોષણાપત્રને મંજુરી આપી. આમાં, જમીનની ગુણવત્તા વધુ કથળે નહી તે હેતુથી કાર્યયોજના તૈયાર કરાઇ હતી. ઘોષણાપત્રમાં જણાવ્યું છેકે પેરિસ સમજૂતીના લક્ષ્યાંકો મેળવવા માટે જમીન આધારિત પ્રયાસોથી આબોહવા અને જમીન અંગેની સમસ્યાઓનો ઉકેલ મેળવવો જાઇએ. આ ઘોષણા પત્રમાં હસ્તાક્ષર કરનારાઓએ રણનો વિસ્તાર અટકાવવા, જમીનની ગુણવત્તા જાળવવા ૩૫ નિર્ણયો માન્ય રાખ્યા છે.

આ ૩૫ નિર્ણયો સંબંધિત ૧૯૭ દેશોને કાયદાકીય રીતે બંધન કર્તા રહેશે. આ ૧૯૭ દેશો દુકાળ તથા આબોહવામાં થતા પરિવર્તનની સમસ્યાના ઉકેલ માટે વૈશ્વિક સ્તરે પ્રયાસો વધારવા સંમત થયા. ઘોષણાપત્રમાં જમીનની ગુણવત્તા જાળવવા માટે ભવિષ્યની કાર્યયોજના ધડવાનો પણ નિર્ધાર વ્યક્ત કરાયો છે.

સંબંધિત દેશો આગામી ૨૦૩૦ સુધીમાં જમીનની ગુણવત્તા ઘટતી જતી અટકાવવા સાતત્યપૂર્ણ વિકાસ લક્ષ્યાંકો ઘડવા પણ સંમત થયા છે. દિલ્હી ખાતેની આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે જમીનની ગુણવત્તામાં થયેલા ઘટાડાથી આશરે ત્રણ અબજ ૨૦ કરોડ લોકોને સીધી અસર થઇ છે.

ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા ખેડૂતો તથા ગરીબ લોકો ઉપર આ સમસ્યાની સીધી અસર થઇ છે. લેન્ડ ડિગ્રેડેશન ન્યુટ્રાલીટીની સંકલ્પના જમીન વ્યવસ્થાપનની નીતિઓ અને કામગીરીમાં આમૂલ પરિવર્તન લાવવામાં મદદરૂપ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ જમીન માટેની વૈશ્વિક કાર્યયોજના પ્રત્યે ભારતની કટિબધ્ધતા દોહરાવી હતી.

આના ભાગરૂપે ભારતે આગામી ૨૦૩૦ સુધીમાં ૨૬ લાખ હેક્ટર જમીનની ગુમાવેલી ગુણવત્તા ફરીથી સ્થાપવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.

ભારત કોપ – ફોર્ટીન સંગઠનનો વર્તમાન અધ્યક્ષદેશ છે અને આગામી બે વર્ષ સુધી તે સંગઠનનો અધ્યક્ષ રહેશે. બેઠકમાં ભાગ લેનાર દરેક દેશ એ બાબતે સંમત થયો હતો કે વધતા જતા રણની સમસ્યાની સીધી અસર સંબંધિત વિસ્તારોના નાગરિકોના આરોગ્ય તથા સમૃÂધ્ધ ઉપર થઇ રહી છે.

બેઠકમાં ઉપÂસ્થત મંત્રીઓ પણ નાગરિકોના આરોગ્ય તથા સમૃÂધ્ધમાં વધારો કરવા પર્યાવરણની સમસ્યા ઉકેલવા નવી પહેલો હાથ ધરવા સંમત થયા. દિલ્હી ઘોષણાપત્રમાં જે તે વિસ્તારની સ્થાનિક સરકારોએ જમીનની ગુણવત્તા વધારવા સંકલિત વ્યવસ્થાપન અપનાવવું જાઇએ તેવો નિર્દેશ અપાયો છે. તેમાં જમીનના વધુ પડતો ઉપયોગ ઘટાડવા જૈવ વૈવિધ્યની સાથે જમીનની ફળદ્રપતા જાળવવાના પ્રયાસો વધારવા તથા રણની સમસ્યા ઘટાડવા યોગ્ય અભિગમ અપનાવવા સંમતી અપાઇ છે.

લેખક ઃ કે.વી. વેંકટસુબ્રહ્મણ્ય, વરિષ્ઠ પત્રકાર