ભારતે ત્રાસવાદ અંગે પોતાનું વલણ ફિનલેન્ડને જણાવ્યું.

વિદેશ મંત્રી ડોકટર એસ.જયશંકર તાજેતરમાં ફિનલેન્ડની ત્રણ દિવસની મુલાકાતે જઈ આવ્યા. મંત્રી તરીકે હોદૃ સંભાળ્યા પછી આ નોર્ડીક દેશની તેમની પહેલી મુલાકાત હતી. જા કે ૧૯પ૦ થી લઈને આજસુધીના પરંપરાગત સારા સંબંધોના ભાગરૂપે ઉચ્ચસ્તરીય મુલાકાતો યોજાતી રહી છે. બંને દેશ વચ્ચેના સંબંધો ખુબ ઉષ્માભર્યા અને સૌહાર્દપુર્ણ રહયાં છે. પરંતુ વિદેશમંત્રીની આ મુલાકાત હાલ ફિનલેન્ડ યુરોપીય સંઘનું અધ્યક્ષ હોવાથી અને ત્રાસવાદને વખોરવામાં ભારત આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવામાં માંગતું હોવાથી ખુબ મહત્વની ગણી શકાય. ખાસ કરીને ભારતને પડોશી દેશમાંથી ઉભા થતાં ત્રાસવાદમાં વધારો થઈ રહયો હોવાથી આ મુલાકાતનું મહત્વ વધારે હતું.

ડોકટર જયશંકરે ફિનલેન્ડના ટોચના નેતાઓ સાથે સરહદ પારના ત્રાસવાદ અંગે લંબાણપુર્વક ચર્ચા કરી હતી. તેમાં જમ્મુ કાશ્મીર માટેની ૩૭૦મી કલમ રદ કરાયા પછી પાકિસ્તાન ધ્વારા અવનવી વાતો ઉપજાવી કાઢવાના પ્રયત્નો વચ્ચે આ ચર્ચાઓ થઈ હતી. તેમણે ફિનલેન્ડના પ્રધાનમંત્રી એન.ટી.રીને અને વિદેશ મંત્રી પેકકા હાવિસ્તો સાથે હેલસિંકીમાં દ્વિપક્ષી સંબંધો અંગે વ્યાપક ચર્ચા કરી હતી. ખાસ કરીને હરીત ટેકનોલોજી ઉપર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને દ્વિપક્ષી સંબંધોમાં સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ પ્રાદેશિક મુદૃઓ અંગે પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યુ હતું. ડોકટર જયશંકરે ફિનલેન્ડની આંતરરાષ્ટ્રીય સંબંધો અંગેની સંસ્થા – એફઆઈઆઈ એ ખાતે કરેલા ઉદબોધનમાં વર્તમાન સરકારની સિધ્ધીઓ વર્ણવી હતી અને કહયું હતું કે, ભારતની વિદેશનીતી હવે મજબુત વિકાસ પર ધ્યાન આપી રહી છે અને ફીનલેન્ડ આ પાસાનો લાભ લઈને સંબંધો સુદૃઢ બનાવવાની તક ઝડપી શકે તેમ છે. વિશ્વ જયારે જ્ઞાન આધારીત અર્થતંત્ર તરફ આગળ વધી રહયું છે ત્યારે પરસ્પર પુરક ક્ષમતાઓ વધુ મજબુતન બનાવવાથી પરસ્પર હીતોને પણ વધુ સારી રીતે સાચવી શકાશે.

તેમણે જમ્મુ કાશ્મીરને ખાસ રાજયનો દરજજા આપતી કલમ રદ કરવાના ભારતના તાજેતરના નિર્ણય પર ભાર મુકીને જણાવ્યું હતું કે, આ નિર્ણય રાજયના સારા પ્રશાસન અને રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં જરૂરી હતો. રાષ્ટ્રીય સલામતીને લગતી સમસ્યાઓ વિશે બોલતાં તેમણે જણાવ્યું હતું કે, સરહદ પારનો ત્રાસવાદ એક પડકારરૂપ છે. જેણે છેલ્લા ત્રણ દાયકામાં ચાલીસ હજારથી વધુ ભારતીયોનો ભોગ લીધો છે.

વૈશ્વિક આતંકવાદ અંગે તેમને કહયું કે ભારત ઘણા લાંબા સમયથી આતંકવાદી હુમલાઓનો શિકાર છે અને તેવી જ રીતે વિશ્વના અન્ય ભાગોમાં પણ થયું છે. આથી આતંકવાદનો તેના બધા સ્વરૂપો અને ઘટનાઓને વખોડી કાઢનારા મજબુત આંતરરાષ્ટ્રીય અવાજની જરૂરીયાત ખુબ જ મહત્વની છે. તેમના સંબોધનમાં તેમણે એમ પણ નોંધ્યું કે ભારત અફઘાનીસ્તાનના ભવિષ્ય માટે ચિંતીત છે. સાથે જ પાકિસ્તાનની પસંદગીઓ તેમજ ખાડી પ્રદેશોમાં Âસ્થરતાની ખાતરી માટે પણ ચિંતીત છે. આ ચિંતાઓને ઉદૃશતા વિદેશમંત્રીએ જણાવ્યું કે આ પ્રદેશની શાંતીની રક્ષા માટે ભારતે તટસ્થપણે યોગદાન આપેલુ છે.

મહાસત્તાઓ સાથે ભારતના સંબંધો અંગે ડોકટર જયશંકરે કહયું કે ભારતનું વલણ બધી મહાસત્તાઓ સાથે સારા સંબંધો જાળવવાનું છે. ભારત આજે દુનિયાના બહુ ધ્રુવીય સ્વભાવને અને વૈવિધ્યપુર્ણ વાતચીતને સમર્થન આપે છે. તેમણે વિદેશી બાબતોમાં ભારતની જવબદારી અને સંવેદનશીલતા ઉપર ભાર મુકયો. પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય રાજનીતીમાં મહત્વના ભાગીદાર તરીકે ભારત સર્વસમાવેશી અને લોક કેન્દ્રીત વિકાસને સમર્થન આપે છે.

ડોકટર જયશંકરે ફીનલેન્ડની ંસદના પ્રથમ ડેપ્યુટી સ્પીકર તુલા હાતઈનેન અને વિદેશબાબતોની સમિતિ સાથે વાટાઘાટો યોજી હતી. તેઓ ફીનલેનડના રાષ્ટ્રપતિ સૌલી નીનીસ્તોને પણ મળ્યા હતા. મંત્રીશ્રીએ મહાત્મા ગાંધીજીની એક પ્રતિમાનું પણ અનાવરણ કર્યુ.

કાશ્મીર એ એક આંતરીક મુદૃ છે. પરંતુ ભારતને આ મુદૃ આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું છે. જા કે તેણે અમેરિકા, બ્રિટન અને રશિયા જેવા વૈશ્વિક સમકક્ષો સાથે સમર્થન માટે વાતચીત કરી છે. ડોકટર જયશંકરના એફ.આઈ.આઈ.એ. ખાતેના સંબોધનનું વિશ્લેષણ તેમને કાશ્મીર મુદૃ અને આંતકવાદને પોષવા માટે સંયુકત રીતે પાકિસ્તાનને વખોડવા માટે ભારત સરકારના અભિગમને સ્પષ્ટ કરતા બતાવે છે. યુરોપીયન યુનિયન બારીકાઈની કાશ્મીર Âસ્થતિનું નીરીક્ષણ કરે છે. તે હકીકત જાતાં આ મુલાકાત દ્વિપક્ષીય સંબંધો મજબુત કરવા અને રાષ્ટ્રીય સુરક્ષા મુદૃ યુરોપીય સંઘના અધ્યક્ષ દેશ ફિનલેન્ડનું સમર્થન મેળવવા દર્શાવે છે.