અફઘાનિસ્તાનમાં રાષ્ટ્રપતિ ચૂંટણી: શાંતિ માટે એક તક મળશે?

અફઘાનિસ્તાનમાં તાલિબાનોના પતન બાદ આયોજિત ચોથા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી બે વાર મુલતવી રહ્યા બાદ સઘન સુરક્ષા અને હિંસાના ઓથાર હેઠળ 28 સપ્ટેમ્બરે યોજાઈ ગઈ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી માટે ૧૫ ઉમેદવારો મેદાનમાં હતા. કુલ ૯ પોઇન્ટ 6 મિલિયન મતદારો માટે દેશભરમાં ૪૯૦૦ મતદાન કેન્દ્રો ઊભા કરાયા હતા. જોકે છેલ્લી ચૂંટણીમાં નોંધાયેલા ૬૦ ટકા મતદાનની સરખામણીએ આ વખતે માત્ર 20 ટકા જેટલું ઓછું મતદાન થયું હતું શાંતિ દાવ પર લાગેલી છે, તેવા સમયે ચૂંટાયેલા શાસન પાસે મુખ્યત્વે તાલિબાનો સાથે મંત્રણા કરવાની કાયદેસર સત્તા હશે.

ચૂંટણીના દિવસે મતદારોને ડરાવવા દેશભરમાં હુમલા તથા બોમ્બ હુમલા સહિત 400 જેટલા હુમલાઓ થયા હતા. કેટલાક મતદારોએ મતદારયાદીમાં પોતાના નામ નહીં હોવાના આક્ષેપો કરતા મતદાનમાં અવરોધો પણ ઉભા થયા હતા.

રાષ્ટ્રપતિ પદ માટેના દાવેદારોમાં હાલના રાષ્ટ્રપતિ અશરફ ગની તથા વર્તમાન ચીફ એક્ઝિક્યુટિવ ડોક્ટર અબ્દુલ અબ્દુલ હતા, જેઓ રાષ્ટ્રપતિ ગની સાથે સત્તા વહેંચી રહ્યા છે એ નોંધવું રહ્યું કે, 2014માં યોજાયેલી ચૂંટણી વિવાદાસ્પદ રહી હતી, જેના પગલે 100% ધ્વનિ મતથી ઓડિટ કરાયું હતું અને ડોક્ટર અબ્દુલ્લાહ ને સમાવવા એક સમાધાન સમીકરણ ઘડાયું હતું.

2001થી અફઘાનિસ્તાને ચૂંટાયેલી સંસદ સાથે રાષ્ટ્રપતિપદની સરકારની સ્થાપના કરી. પશ્ચિમી લોકશાહી પ્રણાલી વ્યવસ્થાનો તાલિબાનો દ્વારા વિરોધ કરાયો અને કાબુલ સરકારને અમેરિકાની કઠપૂતળી ગણાવી તેમની સાથે વાતચીત કરવા ઈનકાર કર્યો. દોહામાં તાલિબાની કચેરીમાં તાલિબાનો અને અમેરિકા વચ્ચે શ્રેણીબધ્ધ વાટાઘાટો શરૂ કરવામાં આવી. અમેરિકા સાથે વાતચિત સિવાય અને બીજી ઘણી બેઠકોમાં તાલિબાનોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો.

પ્રાદેશિક ભૂમિકા પૈકી રશિયાએ ગત વર્ષે બહુસ્તરીય પરિષદનું આયોજન કર્યું હતું જેમાં રાષ્ટ્રપતિએ ઉચ્ચ શાંતિ પરિષદના ચાર સભ્યોને ભાગ લેવા મોકલ્યા હતા. મોસ્કો એ પણ આ વર્ષે એપ્રિલમાં આંતર અફઘાન સંમેલનનું આયોજન કર્યું હતું.

તાલિબાનોએ ચીન અને પાકિસ્તાન સાથે પણ બેઠકો યોજી હતી. આ મંચ ઉપર તાલિબાન પ્રતિનિધિઓ અફઘાન સરકારના પ્રતિનિધિઓ સાથે નિસંકોચ જોડાયા હતા. કતાર અને જર્મની દ્વારા જુલાઈમાં દોહા ખાતે આયોજિત બે દિવસીય બેઠકમાં તાલિબાની પ્રતિનિધિઓ શાંતિ માટેની આંતર અફઘાન પરિષદના ભાગરૂપે પ્રથમવાર અફઘાનિસ્તાનના ૫૦ સભ્યોના પ્રતિનિધિમંડળને મળ્યા હતા. તાલિબાનો અને અફઘાન સરકારના અધિકારીઓ વચ્ચે નોંધપાત્ર સંપર્ક સ્થપાયો હતો.

તાલિબાનીઓ અગાઉ કોઈ પણ વાટાઘાટો પૂર્વે અફઘાનિસ્તાનમાંથી વિદેશી સૈન્યને નીકળી જવાની માગણી કરી રહ્યા હતા, પરંતુ આંતરરાષ્ટ્રીય દબાણના કારણે તેમણે વાટાઘાટો કરવાનો નિર્ણય કર્યો. આ બળવાખોર જૂથ પોતાને મહિલા અધિકારો અને બાળકીના શિક્ષણ માટે અનુકૂળ બનાવી રહ્યા હોવાનું દર્શાવવા નો પ્રયત્ન કરી રહ્યું છે.

કાબુલમાં નાટોના રીઝલ્ટ સપોર્ટ મિશનના મુખ્ય મથક પર કાર બોમ્બ હુમલા બાદ અમેરિકા દ્વારા તાલિબાનો સાથેની વાટાઘાટો રદ કરાઇ હતી, જેના પગલે અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાની શક્યતા પર અનિશ્ચિતતાના વાદળો છવાયા છે. આ સંદર્ભે તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી નિર્ણાયક બની રહે છે કારણ કે તેના દ્વારા દેશમાં શાંતિ સ્થાપવાની સંભાવનાઓ જોવાઇ રહી છે. જોકે નબળા મતદાનથી સરકારની રચનામાં પડકારો ઊભા થશે. તાલિબાનો આટલા ઓછા મતદાન દ્વારા ઊભી થયેલી સરકારની કાયદેસરતા અંગે સવાલો ઉઠાવવામાં કોઈ કસર છોડ સે નહીં. ડોક્ટર અબ્દુલ પણ જણાવ્યું છે કે તેમના સમર્થકો ગત ચૂંટણીની જેમ આ વખતે ચૂંટણીને આંચકી લેવા દેશે નહિ.

મોટો પ્રશ્ન એ થાય છે કે ઓક્ટોબર ના ત્રીજા અઠવાડિયામાં જાહેર થનાર ચૂંટણી પરિણામ બધા પક્ષોને સ્વીકાર્ય હશે… અનિશ્ચિત શાંતિ વચ્ચે ચૂંટણી પરિણામો અફઘાનિસ્તાન માટે નવી શરૂઆત બની રહેશે કારણ કે સંસ્થાકિય માળખાની સાતત્યતા અત્યંત મહત્વપૂર્ણ છે. લોકશાહીની સાતત્યતા માટે ચૂંટણી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અફઘાનિસ્તાનના પુનઃનિર્માણ માટે સ્થપાયેલા sigarના અહેવાલ મુજબ 56 ટકા વિસ્તાર તાલિબાનોના કબજા હેઠળ છે. નવી સરકાર સામે દેશ પર તેની ન્યાયિક સત્તા લાગુ કરવાનું કાર્ય પડકારજનક બની રહેશે.