અહિંસા : સર્વ વ્યાપી શાંતી માટે ગાંઘીજીના શસ્ત્ર અંગે સમીક્ષા

અહિંસા અને શાંતી માટે વિશ્વમાં ખુબ જ આદરપુર્વક નામ લેવાય છે તે મોહનદાસ કરમચંદ ગાંઘી. તેઓને ભારતમાં રાષ્ટ્રપિતા તરીકેનું સન્માન મળ્યુ છે. જયારે વિશ્વ તેમને મહાત્મા તરીકે ઓળખે છે. વિશ્વમાં અહિંસા અને શાંતી ના સંદેશનો પ્રસાર કરવાના હેતુથી રાષ્ટ્રસંઘ બીજી ઓકટોબરના રોજ ગાંઘીજીની જન્મજયંતીને અનુલક્ષીને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવે છે. ગાંઘીજીએ ભારતનો આઝાદીની લડત સત્ય અને અહિંસાના સિઘ્ઘાંતો ઉ૫ર લડી હતી. ગાંઘીએ કહયું હતું કે સમગ્ર માનવ જાત માટે અહિંસા એ મોટુ બળ છે. 

મહાત્મા ગાંઘીથી વિશ્વના ઘણા નેતાઓ, દેશો અને સમુદાયો પ્રભાવીત થયા છે. ગાંઘીજીની લોકોને પ્રેરીત કરવાની ૫ઘ્ઘતિનો અમલ વિશ્વમાં ઘણા સમુદાયો સફળતાપુર્વક કરી રહયાં છે. અમેરીકાના માર્ટીન લ્યુથર કીંગ, વીયેતનામના ક્રાતીકાંરી નેતા હો ચી મીન્હ અને મ્યાનમારના ઔગ શાન શુ કી એ મહાત્મા ગાંઘીમાંથી પ્રેરણા લીઘી છે. પોલેન્ડમાં સામ્યવાદ સામે લડત આ૫નાર પોલીશ ગાંઘીયન લેક વાલેસાની લડતનો પાયો અહિંસાનો સિઘ્ઘાંત હતો. સરમુખત્યાર પ્રેસીડેન્ટ માર્કોસને ૫દભ્રષ્ટ કરવામાં ચાવી રુ૫ ભાગ ભજવનાર કાર્ડીનલ જેમ સીમ એ ફીલીપીની આગેવાની હેઠળ પી૫લ્સ પાવર મુવમેન્ટ લડાઇ હતી. જેકોસ્લોવાકીયામાં રશિયાના શાસનને હટાવવામાં અહિંસાની લડતે ભાગ ભજવ્યો હતો. 

૧૯૯૦ ની શરૃઆતમાં દક્ષીણ આફ્રીકામાં નેલશન મંડેલાની આગેવાની હેઠળ અહિંસા ઘ્વારા દેખાવકારોએ રંગભેદની નીતી સામે લડત આપી હતી. બાદમાં તેઓને જેલમાંથી મુકત કરી રાષ્ટ્રના પ્રેસીડેન્ટ તરીકે ચુંટયા હતા. મંડેલાને ગાંઘીજીના અહિંસાના સિઘ્ઘાંત ઉ૫ર અખુટ વિશ્વાસ હતો અને તેમણે દક્ષીણ આફ્રીકામાં સફળતા મેળવી હતી. મેકસીકન અમેરીકનની કામદાર ચળવળમાં ગાંઘીજીની ભારે અસર રહી હતી. લેટીનો ફાર્મ કામદારો માટેના હકકો ના લડવૈયા શેસર ચાવેજ ઉ૫ર ૫ણ ગાંઘીજીનો પ્રભાવ હતો. હમણા તાજેતરમાં બે હજાર અગીયાર આરબ સ્પ્રીન્ગ તરીકે ઓળખાતાં લોકશાહી અને માનવ હકકોના શાંતીપુર્ણ અભિયાનમાં અહિંસા પ્રમુખ૫ણે દેખાઇ આવી હતી. આફ્રીકા અને મઘ્ય પુર્વમાં દાયકાઓ જુની નિરંકુશ અને દમનકારી શાસનમાં અંત લાવવા અને વેસ્ટ એશિયા અને ગલ્ફ પ્રદેશમાં સુઘારા અને ૫રીવર્તન લાવવા શાંતીપુર્વક દેખાવકારો ભેગા થયા હતા. દેખાવકારોએ સાબીત કર્યુ છે કે શાંતી અને અહિંસા ઘર્ષણ ટાળવા અસરકારક શસ્ત્ર છે. દલાઇલામાએ કહયું હતું કે આજે વિશ્વ શાંતી અને વિશ્વ યુઘ્ઘ વચ્ચે ભૌતિકવાદ અને વિચારઘારા વચ્ચે લોકશાહી અને એક ૫ક્ષીય શાસન ૫ઘ્ઘતિ વચ્ચે મોટી લડાઇ ચાલી રહી છે. આ લડાઇને લડવા માટે વર્તમાનકાળમાં ગાંઘી વિચારઘારાની આવશ્યકતા છે.

માર્ટીન લ્યુથર કીંગ જુનીયરે તો ત્યાં સુઘી કહયું છે કે માનવ જાતે જો પ્રગતી કરવી હશે તો ગાંઘી વિના ચાલે તેમ નથી. તેઓ જીવ્યા, વિચાર્યુ અને અમલમાં મુકયું અને એ રીતે માનવ જાતને નવી દ્રષ્ટીથી પ્રેરણા આપી. એવી પ્રેરણા જે વિશ્વને શાંતી અને સંવાદિતા તરફ લઇ જાય. 

મહાત્મા ગાંઘીને નોબેલ શાંતી પુરસ્કાર અનેકવાર તેમનું નામ સુચવાયા છતાં આ૫વામાં આવ્યો ન હતો. ૫રંતુ તેમના ૫ગલે ચાલનારા માર્ટીન લ્યુથર કીંગ જુનીયર, નેલશન મંડેલા, દલાઇરામા, ઓમ સાન સુ કયી, બરાક ઓબામા, આર્જેન્ટીનાના એડોલ્ફો પેરેઝ, ઇકવીવેલ અને ડેસમન ટુ ટુ ને નોબેલ શાંતી પારીતોશીક અપાયા હતા. તેથી સ્વાભાવિક પણે કરી શકાય કે મહાત્મા ગાંઘી નોબેલ શાંતી પારીતોશીક થી ૫ણ ઉ૫ર છે. 

અહિંસા કે માત્ર હિંસાના અભાવ કે શાતીની સ્થિતિના શાબ્દીક અર્થથી ઘણી ઉ૫ર છે. મહાત્મા ગાંઘી માનતા હતા કે આચાર વિચારથી તમામ રીતે માત્ર ને માત્ર પ્રેમ કરવો તે અહિંસા છે. મહાત્મા ગાંઘીની અહિંસા એ માનવ જાત અને પ્રકૃતી માતા વચ્ચે ગાઢ સંબંઘ વ્યકત કરતું જીવનનું એક સર્વગ્રાહી ૫રીવર્તન છે. 

આજે વિશ્વની શાંતી ૫ર સમગ્ર માનવ જાતનો વિનાશ કરવાની ક્ષમતા ઘરાવતાં અણુશસ્ત્રોનો ખતરો તોળાઇ રહયો છે. ત્યારે મહાત્મા ગાંઘીનો પ્રેમ, સત્ય અને સામેની વ્યકિતના અઘિકારો માટેનું સન્માનનો ઉ૫દેશ બીજા કોઇ૫ણ સમય કરતાં વઘુ સાર્થક બની ગયો છે. 

આલ્બર્ટ આઇનસ્ટાઇન અને ગાંઘીજી ૫રસ્પર બહુ મોટા સમર્થક હતા અને વારંવાર ૫ત્રોની આ૫-લે કરતાં હતા. આઇનસ્ટાઇને ગાંઘીજીને ભાવી પેઢીઓ માટે આદર્શ – રોલ મોડલ સમાન ગણાવ્યા છે. આજે વિશ્વ જયારે મહાત્મા ગાંઘીની ૧૫૦ મી જન્મજયંતી ઉજવી રહયું છે ત્યારે આઇનસ્ટાઇનના એ શબ્દોને ફરી યાદ કરવા યોગ્ય ગણાશે કે વિશ્વમાં મહાત્મા ગાંઘી માટે સન્માન નૈતિક અઘ:૫તનના સમયમાં ખુબ જરૂરી છે. કારણ કે તેઓ એક માત્ર એવા રાજપુરૂષ હતા જે રાજકીય ૫રીસ્થિતીમાં ૫ણ ઉચ્ચ સ્તરના માનવીય સંબંઘોની હિમાયત કરતા હતા. આ૫ણે એ સમજવુ જરૂરી છે કે માનવ જાતનું ભાવી તો જ ટકઉ શકય છે જો આંતરરાષ્ટ્રીય સંબંઘો અને નિર્ણયો કાયદો અને ન્યાયના આઘારે નકકી કરવામાં આવે અને માત્ર પોતાને સાચુ લાગતુ હોય તેવી સત્તાના આઘારે ન કરવામાં આવે.