ભારતીય આર્થિક શિખર સંમેલન વિકાસની કૂચ તરફ

નવજીવન સર્વસમાવેશી અને ટકાઉ અર્થવ્યવસ્થાની દૂરંદેશિતાથી પ્રેરિત ભારતની સમાધાનકારી નીતિ દસ ટ્રીલીયન ડોલરની અર્થવ્યવસ્થાનો લક્ષ્યાંક વૈશ્વિક સ્તરે મજબૂત રીતે સુનિશ્ચિત કરશે. વિશ્વ આર્થિક મંચના પ્રમુખ બર્ગે બ્રેન્ડેએ નવી દિલ્હી ખાતે ભારતીય ઉદ્યોગ સંઘ દ્વારા સંયુક્તપણે આયોજિત ભારતીય આર્થિક શિખર સંમેલનમાં વ્યાપકપણે પોતાનું મંતવ્ય રજૂ કરવા આમ જણાવ્યું હતું. નોંધપાત્ર બાબત એ છે કે, દેશ-વિદેશના અગ્રણી નેતાઓ અને ઉદ્યોગ સાહસિકો સહિત બુદ્ધિજનોના નીરિક્ષણમાં એકમત રહ્યો, એટલે કે સર્વાનિમતે ભારત પોતાને એક રોલ મોડેલ અને પ્રેરણા તરીકે સાબિત કરી શકે છે. વિશ્વના અન્ય દેશો માટે વૈશ્વિક પડકારોના સમાધાન માટે પ્રતિકૃતિરૂપ દાખલો બેસાડી ભારત વિશ્વગુરૂ તરીકે ઉભરી શકે છે.

વિશ્વ આર્થિક મંચના મેનેજિંગ ડિરેક્ટર સરિતા નૈયરે યોગ્યરીતે નોંધ્યું છે કે, બેંકોના વિલિનીકરણ અને કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો જેવા તાજેતરના સુધારાઓ દ્વારા ભારત મૂડીરોકાણ માટેનું વધુ આકર્ષક સ્થળ બન્યું છે. અર્થવ્યવસ્થા માટે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો ઈચ્છિત પગલું હતું, તેના કારણે ભારતનું તેના દક્ષિણ અને દક્ષિણપૂર્વીય એશિયન સાથી દેશો સાથે જોડાણ થયું છે અને તેના વિશાળ ઘરેલું બજારોને સ્પર્ધાનો લાભ મળે છે.

બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રાદેશિક, વંશીય અને ભાષાકીય વિવિધતા છતાં સંયુક્તપણે ગરીબી સહિતના પડકારોનો સામનો કરવા વિશેષ અવાજ ઉઠાવ્યો છે.તેમણે કહ્યું કે, બાંગ્લાદેશમાં વિવિધ ક્ષેત્રે ભારતીય વ્યાપારની વ્યાપક સંભાવના છે. શેખ હસીનાએ ખાસ કહ્યું કે, વ્યાપાર અને મૂડીરોકાણનો બેવડો લાભ લઈ ભારતીય ઉદ્યોગકારો બાંગ્લાદેશમાં ઉદ્યોગસ્થાયી તેમના ઉત્પાદકોના ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં અને દક્ષિણ-પૂર્વીય એશિયન દેશોમાં નિકાસ કરી શકે છે અને આપણી વચ્ચેના વિસ્તરેલા સંપર્કનો પણ લાભ લઈ શકાય છે. વિશ્લેષકો નોંધે છે કે, સાર્ક દેશોની પ્રાદેશિક વ્યાપાર સમજૂતીમાં બનેલા અવરોધને દૂર કરવાનો આ સંવેદનશીલ ઉપાય છે, જે પાકિસ્તાન દ્વારા રાજકીય મુદ્દાને આગળ કરીને આર્થિક સહયોગ વધારવા ઉભી કરેલી અડચણને પણ દૂર કરે છે.

ભારતના વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે કહ્યું કે, એકને બાદ કરતા તમામ પાડોશીઓ સાથે પ્રાદેશિક સહભાગિતા એકદમ સારી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, ભારત પાડોશી દેશો સાથે સંબંધો વધુ મજબુત કરવા અવિરત પ્રયત્નો કરે છે. એકને બાદ કરતાથી ડૉ.જયશંકરનો ઈશારો પાકિસ્તાન તરફ હતો, જે વૈશ્વિક સ્તરે કાશ્મીર મુદ્દો ચગાવવાનો અસફળ પ્રયત્ન કરી રહ્યું છે, જેને વૈશ્વિક સમુદાયે ભારતનો આંતરિક મુદ્દો ગણાવી નકારી કાઢ્યો છે.

નીતિ આયોગના CEO અમિતાભ કાંતે કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો જાહેર ક્ષેત્ર મૂડીરોકાણ પરત ખેંચવું તથા સંપત્તિ મૂડીકરણ જેવા મુદ્દા પર પ્રકાશ ફેકતા દેશમાં આર્થિક વૃદ્ધિ માટે હજુ વધુ સુધારા આવી શકે છે, તેવા સંકેત આપ્યા હતા. તેમણે ભારતનો વૃદ્ધિદર છેલ્લા પાંચ વર્ષમાં 7.5 ટકા થયો છે, તેનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. આ બે દિવસીય ભારત કેન્દ્રીત આર્થિક સંમેલનમાં ભારતે નાગરીકોના સાતત્યપૂર્ણ વિકાસની ખાતરી સાથે વિકાસમાં જે પ્રગતિ કરી છે તેના પર ધ્યાન અપાયું હતું. આ સંમેલનમાં ભારતે સમાવિષ્ટ વિકાસ માટે માળખાકીય સુવિધાઓમાં સર્વગ્રાહી સુધારા માટે આવેલી ખાત્રી અંગે પણ સંકેત મળ્યા હતા.