ભારતીય હવાઈદળમાં રાફેલ યુદ્ધ વિમાનનો સમાવેશ અંગે સમીક્ષા

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ફ્રાન્સના મેરીગનેક શહેરમાં યોજાયેલા ખાસ સમારંભમાં અદ્યતન ટેકનોલોજીવાળા રાફેલ વિમાનને ભારતીય હવાઈદળમાં વિધીવત સામેલ કર્યું હતું.

ભારતે ફ્રાંસ પાસેથી ખરીદેલા કુલ 36 વિમાનો પૈકી આ પ્રથમ વિમાન ભારતને સોંપવામાં આવ્યું છે.

આ સાથે જ ભારતીય સેના ઘણા સમયથી ઈચ્છતી હતી તેવા અદ્યતન ટેકનોલોજીવાળા યુદ્ધ વિમાનો હવે તેને મળશે.

ભારતીય સેના પારંપારીક વ્યુહાત્મક તથા બિન-પારંપારીક એમ ત્રણેય પ્રકારના યુદ્ધમાં દુશ્મનો ઉપર પ્રભુત્વ મેળવવા માગે છે. ભારતનો પાડોશી દેશ સંયુક્તસંઘની મહાસભા જેવા તટસ્થ મંચ ઉપર પણ પરમાણુ યુદ્ધની ચિમકી આપી ચૂક્યો છે.

આ બાબત ધ્યાનમાં લેતા હવાઈદળમાં રાફેલ યુદ્ધ વિમાનના સમાવેશથી સેનાનું મનોબળ ચોક્કસ વધાર્યું છે.

પાડોશી દેશ દ્વારા ચલાવાતા શસ્ત્ર ખરીદી કાર્યક્રમ, ટેકનોલોજીનો સતત થઈ રહેલો વિકાસ અને વિશ્વવ્યવસ્થા આ બધા જ પરિબળોના લીધે ભારતને પણ પોતાની ક્ષમતા વધારવા તથા નવા ટેકનોલોજીવાળા શસ્ત્રો મેળવવા જરૂરી બન્યું છે.

ભારતીય હવાઈદળે પ્રથમ છ વિદેશી યુદ્ધ વિમાનોની ક્ષમતાઓ ચકાસી હતી.

આ પ્રક્રિયામાં ભારતીય હવાઈદળે 600 માપદંડો નિર્ધારીત કર્યા હતા. આ પૈકી 590 માપદંડો રાફેલે હાંસલ કર્યા.

હાલમાં ભારત પાસે રશિયાની બનાવટના સુખોઈ-30-MK1 અને મીગ-29 અદ્યતન વિમાનો છે.

પણ રાફેલ જેવું એકથી વધુ રોલ ભજવી શકતું મધ્યમ કદનું યુદ્ધ વિમાન મતળા જ ભારતની યુદ્ધ ક્ષમતામાં ચોક્કસ વધારો થયો છે.

રાફેલ એ સંરક્ષણાત્મક કાર્યવાહી પરમાણુ શસ્ત્રોનું વહન, આક્રમણ જેવા વિવિધ રોલ અસરકારક રીતે ભજવી શકે છે.

નિષ્ણાતોનું માનવું છે કે, રાફેલની ક્ષમતાને પડકારવા અન્ય યુદ્ધવિમાન સક્ષમ ન હોવાથી રાફેલનો ભારતીય હવાઈદળમાં થયેલો પ્રવેશ સમગ્ર સેનાની ક્ષમતા વધારવા મદદરૂપ થશે.

પાડોશી દેશો તરફથી ખતરો હોવા છતાં ભારત શાંતિમાં દૃઢવિશ્વાસ ધરાવે છે અને પહેલા આક્રમણની નીતિ જાળવવા કૃતનિશ્ચયી છે. 

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે રાફેલને હવાઈ દળમાં સમાવતી વખેત આપેલા ભાષણમાં આ નીતી સ્પષ્ટ કરાઇ હતી.  આમ રાફેલની ઉપસ્થિતિના કારણે સેનાની આક્રમણ ક્ષમતામાં વધારો થયો હોવા છતાં તે ક્ષમતાનો ઉપયોગ આક્રમણ માટે નહી પણ સ્વ-રક્ષણ માટે કરાશે. વાસ્તવમાં સેનાની ક્ષમતા એ યુધ્ધ રોકવા માટે હોય છે. ભવિષ્યની કોઇપણ લડાઇમાં હવાઇદળની ક્ષમતા ખુબ જ મહત્વનો ભાગ ભજવશે. 

સ્ટેન્ડ ઓફ રેન્જમાં અસરકારક દુર સુધી તથા ચોકસાઇથી શસ્ત્ર પ્રહાર કરી શકવાની ક્ષમતા થી હવાઇ દળોને ક્ષમતામાં નોધપાત્ર વધારો થશે. 

મહત્વની બાબત એ છે કે, હવાઇ ક્ષમતાનો ઇષ્ટતમ ઉપયોગ કોઇ પણ દેશ રાજકીય ઉદેશની પુર્ણતા માટે અગતયનો બની રહે છે. ગત ફેબ્રુઆરીમાં બાલાકોટ આતંકવાદી તાલીમ શિબીર પર કરાયેલો હવાઇ હુમલો આનુ શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભારતે વિશ્વસનીય લડાયક ક્ષમતા ઉભી કરવા વધુ મજબુત હવાઇ દળ ઉભુ અનીવાર્ય છે. ા સાથે જુના લડાયક વિમાનોને ટુક સમયમાં બદલવાનુ પણ આવશ્યક છે. લડાયક વિમાનો ઓફ ધ ઓફ ખરીદી ન શકાય તેમને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા લાંબી છે અને તેને ટુકાવવી અઘરી છે. ઉત્પાદન પ્રક્રિયામાં અસંખ્ય ભાગોને જોડવામાં આવે છે અને ખુબ મોંઘો કાચો માલ વપરાય છે. જે જથ્થાબંધ લેવાનોનથી. પરીણામે રાજકીય સ્તરે નિર્ણય કરવામાં લાગતો સમય ઘટાડવો આવશ્યક છે. ૩૬ મહિનામાં ૩૬ રાફેલ વિમાનો ખરીદવાનો સરકારનો નિર્ણય સાહસપુર્ણ છે. રાફેલ યુધ્ધ વિમાનની સામેલ થવાથી હવાઇ દળની કાર્ય ક્ષમતામાં અનેક ગણો વધારો થશે. વધુમાં રાફેલ ભારતીય હવાઇ દળની લડાયક ક્ષમતાને સાતત્યપુર્ણ પ્રોત્સાહન આપશે તથા ભવિષ્યના સંઘર્ષને ટાળવા માટે ભારતીય લશ્કરી લડાયક ક્ષમતાનુ મુલ્ય વર્ધન થશે.

લેખક-ઉત્તમકુમાર બિશ્વાસ, સંરક્ષણ વિશ્લેષક