ભારતનો તકનીકી અને આર્થિક સહયોગ નવી ઉંચાઈએ – અંગે સમીક્ષા

ભારતે તેના સહયોગી દેશો સાથે પરસ્પર સમાનતા અને સંપ્રભુતા માટે સન્માન કરતા, વિકાસ સહયોગની પ્રતિબધ્ધતાને દોહરાવી છે. ભારતે તાજેતરમાં જ ઈ-વિદ્યાભારતી અને ઈ-આરોગ્ય ભારતીની શરૂઆત સાથે આફ્રિકા માટે ટેલી એજયુકેશન અને ટેલી મેડીસીન પ્રોજેકટ રજુ કર્યા છે, જે ભારતના તકનીકી અને આર્થિક રૂપના પપ વર્ષ નિમિત્તે વિદેશ મંત્રાલય દ્વારા અમલી સૌથી મોટી તકનીકી અને આર્થિક સહયોગ આઈટીઈએલ પરીયોજનાઓમાંની એક છે.

આ પરિયોજનાઓ આફ્રિકાના વિદ્યાર્થીઓને મુખ્યત્વે પોતાના ઘરે સુવિધાપુર્ણ માધ્યમ દ્વારા ભારતીય શિક્ષણ ઉપલબ્ધ કરાવવા તેમજ આફ્રિકન ડોકટરોને તેમજ દર્દીઓને ભારતીય ચિકિત્સા તજજ્ઞતાનો લાભ આપવા મદદરૂપ નીવડશે. વિદેશ મંત્રી ડોકટર એસ.જયશંકરે કહયું કે વિકાસ સહયોગ એ ભારતની વિદેશનીતીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે અને દેશ સાત દાયકાથી વધુ સમયનો બહોળો અનુભવ ધરાવતો ટકાઉ અને વિશ્વસનીય વિકાસ સહયોગી દેશ બનવા પ્રતિબધ્ધ છે. વિદેશ મંત્રી ડોકટર એસ. જયશંકર તકનીક અને આર્થિક સહયોગના પંચાવન વર્ષ નિમિત્તે સંબોધન કરી રહયાં હતા.

આઈટીઈસીએ સમગ્ર આફ્રિકન પ૪ દેશો માટેની એક પહેલ છે, જે આફ્રિકાના યુવાનોને ભારતની ડીજીટલ ક્રાંતિનો લાભ આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એક દ્રષ્ટીકોણ છે. માનવ સંપદા વિકાસ, ભારતના વિકાસ સહયોગ અને વિદેશ નીતીના બે મુખ્ય મુદૃ છે. આઈઈટીસીઅને અન્ય ક્ષમતા નિર્માણની પહેલ, ભારતની માન્યતાને મુર્તિમંત કરે છે કે વિશ્વની વૃÂધ્ધ અને સમૃÂધ્ધ અવિભાજય છે.

ખરેખર વિદેશ મંત્રી ડોકટર એસ.જયશંકરનું નિવેદન મહત્વપુર્ણ છે, જેમાં વૈશ્વિક દક્ષિણના દેશો ભારતના મહત્વપુર્ણ ભાગીદારો હોવાની બાબત પર પ્રકાશ પાડયો છે. ભારત અને આફ્રિકા સાથે મળીને વિશ્વના ૬.૩ અબજ લોકોની મહત્વકાંક્ષા રજુ કરે છે. વિદેશ મંત્રીએ કહયું કે આપણા ઘણા સંબંધો સદીઓ પુરાણા ઐતિહાસીક સંબંધો છે, જે વ્યાપારી, વાણિજયીક કે સાંસ્કૃતિક પણ હોઈ શકે. આપણા વડવાઓએ વસાહતી બંધનો સામે સંઘર્ષ કર્યો. આજે આપણો દ્વિપક્ષી વ્યાપાર અંદાજે રર૦ અમેરીકન ડોલરે પહોચ્યો છે.

છેલ્લા પંચાવન વર્ષોથી ૧૬૧ ભાગીદાર દેશોની ઉચ્ચ સંસ્થાઓના બે લાખથી વધુ સરકારી કર્મચારીઓ અને વ્યાવસાયિકોની ક્ષમતા વર્ધન અને તાલીમ દ્વારા આઈટીઈસી એ ભારતના બહોળા અને અનોખા વિકાસ અનુભવની આપ-લે કરવાનું સાધન રહયું છે. આપણા નજીકના પાડોશીઓ અને આફ્રીકન ભાગીદારો ઉપર ધ્યાન કેન્દ્રીત કરતા, તે આઈટી, આરોગ્ય સંભાળ, ખેતી, શાસન, ઉદ્યોગ સાહસિકતા, ઉર્જા, સંસદીય અભ્યાસો વગેરે સહિતના અનેક કુશળતાના ક્ષેત્રોમાં દર વર્ષે વ્યાવસાયિકોને આશરે ૧ર હજાર શિષ્યવૃત્તિ આપે છે અને તેને વધુ વિસ્તારવાની માંગ છે.

ભારતનો વિકાસ સહયોગ અને બહુપક્ષીયતાના ઉદેશ્યને સમર્થન એ તેની આંતર જાડાણ અને પરસ્પર નિર્ભરતાની ફિલોસોફી માંથી આપે છે. જે વસુદ્યૈવ કુટુંબકમ માટેની પ્રતિબધ્ધતા દર્શાવે છે, આઈટીઈસી કાર્યક્રમને બિરદાવતા ડોકટર જયશંકરે આ મુજબ જણાવ્યું હતું. તાજેતરની દ્વિપક્ષીય મુલાકાતો અને બિમસ્ટેક, આશીયાન, કેરેબીય સમુહ, ફીપીક વગેરે જેવી વિવિધ બહુપક્ષીય મંત્રણાઓ દરમિયાન આઈટીઈસી તાલીમના સ્લોટ સુધારવાની ઘણી જાહેરાતો કરાઈ છે. વિદેશ મંત્રીએ જણાવ્યું તેમ ક્ષમતા નિર્માણના આ પ્રયત્નો આપણી ક્ષેત્રીય પ્રાથમિકતાઓ જેવી કે પાડોશી દેશ પહેલા સાથે મેળ ખાય છે અને આ બાબતોમાં આફ્રિકા કેન્દ્રમાં છે.

આઈટીઈસી હેઠળ એશિયા, યુરોપ, મધ્ય એશિયા, આફ્રિકા અને લેટીન અમેરીકાના ૧૬૧ દેશોએ મુકત રાષ્ટ્ર તરીકેના તેના સાત દાયકાથી વધુના ભારતીય વિકાસના અનુભવની આપ-લે કરવા આમંત્રિત છે. તેની સ્થાપનાથી આ કાર્યક્રમનો ખર્ચ બે અબજ અમેરીકી ડોલરથી વધુ થયો છે અને વિશ્વભરના હજારો વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકોને લાભ થયો છે અને તાજેતરના વર્ષોમાં આ કાર્યક્રમ પર વાર્ષિક ખર્ચ સરેરાશ ૧૦૦ મીલીયન ડોલર છે.

ભારતને ખ્યાલ છે કે વિકાસશીલ દેશો પ્રકૃતિની ધન્યતા ધરાવે છે અને વસ્તી વિષયક ડીવીડન્ડનો આનંદ માણે છે, પરંતુ તેઓ વસ્તી સંસાધન અસંતુલન યુવાનોની વધતી આકાંક્ષાઓથી વધતા અસંતુન અને આબોહવા પરીવર્તન જેવા અન્ય સમાન અને ભયાનક પડકારોનો સામનો કરી રહયાં છે. આ પડકારોના પગલે વિદેશી સહકારમાં આપણે આપણી ભાગીદારીની પસંદગીઓ વિસ્તૃત

આભાર – નિહારીકા રવિયા  કરવાની અને આપણા ટકાઉ વિકાસ લક્ષ્યાંકો સાથે આગળ વધવા માટે વધુ સહયોગ કરવાના સંકલ્પની જરૂર છે તેમ ડોકટર જયશંકરે જણાવ્યું હતું.