ભારત – દક્ષિણ પુર્વ એશિયા વચ્ચે મજબુત ભાગીદારીનું નિર્માણ અંગે સમીક્ષા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએએકટ ઇસ્ટ નીતી અને ભારત – પ્રશાંત દ્રષ્ટીકોણને આગળ વધારતા, તાજેતરમાં આસિયાન સમિટમાં ભાગ લેવા થાઇલેન્ડની મુલાકાત લીધી. પ્રધાનમંત્રીએ થાઇલેન્ડની ત્રણ દિવસની મુલાકાત દરમ્યાન ૧૬મી ભારત – આસિયાન બેઠક તથા ૧૪મી પુર્વ એશિયા બેઠકમાં તેમજ આરસીઇપી – પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારી બેઠકમાં ભાગ લીધો હતો અને આ ઉપરાંત તેમણે વ્યુહાત્મક ભાગીદારી બેઠકમાં ભાગ લીધો હતો અને આ ઉપરાંત તેમણે વ્યુહાત્મક ભાગીદારો સાથે અલગથી દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. આ અગાઉ વિદેશમંત્રી ડોકટર એમ. જયશંકરે ઓગષ્ટ માસમાં બેંગકોકમાં એશિયાની સંબંધિત મંત્રાલયની બેઠકમાં ભાગ લીધો હતો. ૧૬મી ભારત – આસિયાન શિખર પરીષદમાં પ્રધાનમંત્રી મોદીએ મુકત, ખુલ્લા, વ્યાપક અને નિયમો આધારીત ભારત – પ્રશાંત સંબંધોના પરસ્પર હિત અંગે સ્પષ્ટતા કરી હતી અને દરીયાઇ સહયોગ પ્રત્યક્ષ અને ડીજીટલ જોડાણ, અર્થ વ્યવસ્થા અને માનવતાવાદી સહાયને વધારવા અનુરોધ કર્યો હતો. ભારત, કૃષિ, વિજ્ઞાન, સંશોધન, માહિતી ટેકનોલોજી, એન્જીનીયરીંગ અને ક્ષમતા નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ભારત પાસે આસિયાન સંપર્ક પરીયોજના માટે એક અબજ અમેરીકન ડોલરની ક્રેડીટ લાઇન છે. અગાઉ ભારત અને આસિયાન વેપાર સંતુલનની સમસ્યાઓ દુર કરવા દ્વિપક્ષીય મુકત વેપાર કરાર (એફટીએ) સમીક્ષા શરૂ કરવા સહમત થયા હતા. પ્રધાનમંત્રીએ ૧૪મી પુર્વ એશિયા બેઠકમાં પણ ભાગ લીધો હતો. શ્રી મોદીએ આતંકવાદ અને આતંકવાદીઓને આશ્રય આપતા દેશો સામે કડક પગલાં લેવા આસીયાન સંગઠનના દેશોને અનુરોધ કર્યો હતો. તેમણે આર્થિક સહકાર વધારવાની ભારતની પ્રતિબધ્ધતા દોહરાવી હતી. પુર્વ એશિયા સમિટમાં નેતાઓએ મનિલા પ્લાન ઓફ એકશનની પ્રગતિ અંગે સમીક્ષા કરી હતી. પુર્વ એશિયા સમીટમાં ગેરકાયદેસર દવાઓ અને આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવા અને સ્થાયી ભાગીદારી બનાવવા અંગેના ત્રણ સમજુતી કરાર કરાયા હતા.

જો કે આ વર્ષની આસિયાન શિખર પરીષદનું મુખ્ય કેન્દ્ર પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારી બેઠક હતી. વૈશ્વિક જીડીપીના ૩ર ટકા ઉત્પાદનનો અંદાજ ૧૬ રાષ્ટ્રનો મેગા એફટીએ મુકત વ્યાપાર નિયમ છે. ભારતે પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારી આરસીઇપી કરારમાં નહી જોડાવવાનો નિર્ણય કર્યો છે. આરસીઇપી કરાર અંગેની વાતચીતમાં ભારતે વ્યકત કરેલી ચિંતા અને તેના ધ્વારા અંગેની વાતચીતમાં ભારતે વ્યકત કરેલી ચિંતા અને તેના ધ્વારા ઉપસ્થિત કરાયેલા મુદૃાઓનો ઉકેલ મેળવી શકાયો નથી. પ્રધાનમંત્રીએ કહયું કે કરારના વર્તમાન સ્વરૂપમાં માર્ગદર્શક સિધ્ધાંતો અને મુળ ભાવના પુર્ણ રીતે અભિવ્યકત થઇ નથી. એવી જ રીતે કરારમાં ભારતના મુદૃાઓ કે તેણે વ્યકત કરેલી ચિંતાઓનું નિરાકરણ કરાયુ નથી, ત્યારે ભારત આ કરારમાં જોડાય તે શકય નથી.

આરસીઇપીમાં બાકીના ૧પ સભ્યોએ ર૦ મુદૃા અને બજારના તમામ મુદૃાઓ માટે કર આધારીત વાટાઘાટોની પુષ્ટી કરી હોવા છતા, ભારતે વણઉકેલાયેલા બાકી મુદૃાઓ પર પ્રતિક્રિયા વ્યકત કરી છે. મુકત બજારમાં પ્રવેશ મેળવવા, ટેરીફ ન હોવાના અવરોધો અંગેની ચિંતા, ઉત્પાદનના નિયમોની અવગણના સહિતના ઘણા મુદૃા છે. ભારતે આરસીઇપી કરારમાં ન્યાય અને સમાનતાના આધારે નહી જોડાવાનો નિર્ણય કર્યો છે. પ્રધાનમંત્રીએ ભારપુર્વક જણાવ્યું હતું કે ભારત, વ્યાપક ક્ષેત્રને જોડવાની સાથે મુકત વેપાર તથા નિયમ આધારીત આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાપનની તરફેણ કરે છે. ભારત તેના મુદૃા બાબતે કોઇ બાંધછોડ કરશે નહી, તેમના આરસીઇપીમાં જોડાવાથી ભારતના લોકો પર વિપરીત અસર થશે આથી દેશ હિતમાં જ આરસીઇપીમાં નહી જોડવાનો નિર્ણય લીધો છે.

થાઇલેન્ડમાં પ્રધાનમંત્રી મોદીએ જાપાન, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, વિયેતનામ, થાઇલેન્ડ, મ્યાન્મારના વડાઓ સાજે દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને ભારતના વ્યુહાત્મક હિતોને રજુ કર્યા હતા. દક્ષિણ પુર્વ અને પુર્વ એશિયા સાથે ભારતના બહુ પરીમાણીય સંબંધોને આગળ વધાર્યા હતા.

ભારત અમેરીકા જાપાન ઓસ્ટ્રેલિયાના અધિકારીઓએ સમિટથી અલગ પરસ્પર સંપર્ક, માળખાગત વિકાસ, આતંકવાદનો વિરોધ, સાયબર અને દરીયાઇ સુરક્ષા સહિતની સલામતી બાબતોમાં સહયોગ વધારવા બેઠકો યોજી હતી. ભારત અને પ્રશાંત વિસ્તારના દેશોના વડાઓએ સંબંધિત વિસ્તારમાં શાંતી, સમૃધ્ધિ તથા વિકાસ વધારવા દ્વિપક્ષીય સહકાર વધારવાની સંમતી આપી છે. દક્ષિણ પુર્વ એશિયાનું કેન્દ્ર બિંદુ ભારતની એકટ ઇસ્ટ પોલીસી છે. કારણ કે ભારતે દક્ષિણ આસિયાનના ૧૦ વડાઓને વર્ષ ર૦૧૮માં ભારતના પ્રજાસત્તાક દીવસની ઉજવણી માટે આમંત્રિત કરી મુખ્ય મહેમાન તરીકે આવકાર્યા હતા. આસિયાન સાથે ભારતની રપ વર્ષની ભાગીદારી નોંધાઇ હતી. ભારત, આસિયાન ભારત વ્યુહાત્મક ભાગીદારીને નવી ઉંચાઇએ લઇ જવાના લક્ષ્ય સાથે આસિયાનમાં રોકાણ કરવાનું ચાલુ રાખશે.