ભારત અને અમેરિકાની સેનાની ત્રણેય પાંખોની સંયુક્ત ક્વાયત – 2019 અંગે સમીક્ષા

કેન્દ્રની મોદી સરકારે, તેની બીજી મુદતના સમયગાળામાં અમેરિકા સાથેની વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

ભારતના આર્થિક ક્ષેત્રના પરિવર્તનમાં અમેરિકાની ભૂમિકા ખૂબ જ મહત્વની બની છે. એવી જ રીતે વૈશ્વિક સ્તરે ભારતને મહત્વની ભૂમિકા ભજવવાની જે ખેવના છે, તે અમેરિકાની મદદથી જ પૂર્ણ થઈ શકશે.

કોઈપમ બે દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં સંરક્ષણ ક્ષેત્રના સંબંધો, આધારસ્તંભ સમા હોય છે. ભારત અને અમેરિકાની સેનાની ત્રણેય પાંખોના જવાનો આંધ્રપ્રદેશના દરિયાકિનારા નજીકના જળવિસ્તારમાં 13મીથી – 21મી નવેમ્બર દરમિયાન સંયુક્ત ક્વાયત યોજી રહ્યા છે.

માનવતાના ધોરણે સહાય અને આપત્તિ રાહત અંગેની આ સંયુક્ત ક્વાયતને ટાયગર ટ્રાયમ્ફ નામ આપવામાં આવ્યું છે.

આ ક્વાયતમાં અમેરિકાની મરીન કોર્પસ અને સ્પેશલ ફોર્સ, ભારતીય નૌકાદળના પી-8, તથા મિસાઇલ વિરોધી યુદ્ધવિમાનો આ સંયુક્ત ક્વાયતમાં ભાગ લઈ રહ્યા છે.

પ્રથમ તબક્કામાં સંયુક્ત ક્વાયતો 16મી  નવેમ્બર સુધી વિશાખાપટ્ટનમ નજીક જ્યારે બીજા તબક્કામાં 17થી 21 નવેમ્બર દરમિયાન કાકીનાડા નજીકના જળવિસ્તારમાં આ ક્વાયત હાથ ધરાશે.

આ ક્વાયતમાં ભારતીય લશ્કરના સિંગ્નલ મેડિકલ તથા સંદેશાવ્યવહાર ક્ષેત્રના એકમો ભાગ લઈ રહ્યા છે.

અગાઉ ભારતે માત્ર રશિયા સાથે જ આ પ્રકારની ક્વાયત હાથ ધરી હતી.

સપ્ટેમ્બર 2018માં ભારત અને અમેરિકાના વિદેશ તથા સંરક્ષણ મંત્રીઓની ટુ-પ્લસ-ટુ પ્રકારની સીધી વાતચીત દરમિયાન સંયુક્ત ક્વાયત અંગે ચર્ચા કરવામાં આવી હતી.

બંને દેશોએ સંરક્ષણ ક્ષેત્રના સુદૃઢ બનતા જતા સંબંધોને ધ્યાનમાં લઈને ત્રણેય પાંખોની સંયુક્ત ક્વાયત હાથ ધરવાનો તથા સેનાના સૈનિકો વચ્ચે અનુભવના આદાન-પ્રદાનનો નિર્ણય લીધો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત સપ્ટેમ્બર 2019માં અમેરિકાની મુલાકાત લીધી હતી. ત્યારે ટેક્સાસમાં યોજાયેલ હાઉડી મોદી કાર્યક્રમ વખતે રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત લશ્કરી ક્વાયતની જાહેરાત કરી હતી.

ભારત અને અમેરિકા સ્થિર ભારત – પ્રશાંત વિસ્તાર બાબતે એક સમાન વિચાર ધરાવે છે.

બંને દેશો વચ્ચે સુદૃઢ બનેલા સંબંધોના કારણે જ ભારત વચ્ચે સુદૃઢ બનેલા સંબંધોના કારણે જ ભારત અને અમેરિકાએ લોજીસ્ટીક એક્સચેન્જ મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ તથા કોમ્યુનિકેશન કોમ્પેટીબીલીટી એન્ડ સિક્યુરીટી એગ્રીમેન્ટ આ બે સમજૂતીઓ ઉપર હસ્તાક્ષર કર્યા.

બંને દેશો હવે ત્રીજી સમજૂતી સાધવા ચર્ચા કરી રહ્યા છે.

ભારત અને અમેરિકાએ આ પ્રકારની 50 જેટલી પરસ્પર સહકારને લગતી ઇવેન્ટો યોજી છે.

ભારત અને અમેરિકાએ સંયુક્ત યુદ્ધ ક્વાયતો પણ હાથ ધરી છે, જેમાં આ બે દેશો ઉપરાંત જાપાનની સેના સાથે નેવલ મલબાર એક્સરસાઇઝનો પણ સમાવેશ થાય છે.

ભારત અને અમેરિકાના સંયુક્ત દળો વચ્ચે હાથ ધરાઈ રહેલ ક્વાયતના લીધે યુદ્ધની પરિસ્થિતિમાં અમેરિકાની સેનાના અનુભવોનો લાભ ભારતીય સેનાના જવાનોને મળશે.

આ ક્વાયત બંને દળના સૈનિકોને ભવિષ્યની તાકીદની પરિસ્થિતિ માટે સજ્જતા કેળવવામાં પણ મદદરૂપ બનશે.

ભારતને જમીન તથા જળ સરહદી વિસ્તારમાં સંરક્ષણ ક્ષમતા હજી મજબૂ બનાવવાની તતા ઝડપથી સજ્જતા કેળવવાની જરૂર છે.

આના માટે ભારતીય સેનાને અદ્યતન ટેકનોલોજીવાળા અદ્યતન ઉપકરણોની જરૂર છે. ભારતે મેઇક ઇન ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ સંરક્ષણ ક્ષેત્રને જરૂરી અદ્યતન ઉપકરણોનું ઉત્પાદન ઘર આંગણે બનાવવાનો નિર્ણય લીધો છે.

અમેરિકા ભારત સાથેના સંબંધો સંરક્ષણ ક્ષેત્રના સુદૃઢ બનેલા સંબંધો, ક્ષમતા વિકાસ કાર્યક્રમો જેવા ક્ષેત્રના સંદર્ભમાં મૂલવે છે.

બંને દેશો સંરક્ષણ ક્ષેત્રની ટેકનોલોજી સ્ટાર્ટ પ્રોજેક્ટો શરૂ કરવા, સંશોધન વધારવા તથા આ ક્ષેત્રની નિકાસ જેવા વિકલ્પોમાં સંબંધો મજબૂત બનાવવા વિચારી રહ્યા છે. આના પરિણામે બંને દેશોના ઉદ્યોગો વચ્ચેના સંબંધો મજબૂત બનશે.

આથી જ બંને દેશોએ આ ક્ષેત્રના સંબંધોમાં થયેલી પ્રગતિની સમયાંતરે સમીક્ષા કરવાનો આરંભ કર્યો છે.

લેખીકા – ડોક્ટર સ્તુતી બેનરજી,

અમેરિકન, બાબતોના વ્યૂહાત્મક વિશ્લેષક

શ્રીરંગ તેડુંલકર –રમેશ પરમાર