સંસદના ગત સપ્તાહ વિશે સમીક્ષા

1949માં બંધારણ વિધાનસભા દ્વારા ભારતીય બંધારણના કરાયેલા સ્વીકાર નિમિત્તે 26મી નવેમ્બરે દેશભરમાં બંધારણ દિવસની ઉજવણી કરાઇ. 26 જાન્યુઆરી 1950ના રોજે બંધારણના અમલ બાદ ભારતીય પ્રજાસત્તાકના ઇતિહાસના યુગનો પ્રારંભ થયો.

ઉજવણીના ભાગરૂપે સંસદભવન ખાતે બંને ગૃહોની સંયુક્ત બેઠક યોજાઇ હતી. આ સંયુક્ત બેઠકને સંબોધતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, અધિકારો અને જવાબદારીઓ સિક્કાની બે બાજુ છે. તેમણે લોકોને તેમની ફરજો પ્રત્યે સજાગ બનવા અનુરોધ કર્યો. તેમણે કહ્યું કે, લોકોએ તેમની ફરજો અદા કરવી જોઇએ. જેનાથી તેમના હકોનું અસરકારક રક્ષણ સુનિશ્ચિત થશે. આ પ્રસંગે તેમણે ભારતીય સંસદીય લોકશાહીમાં રાજ્યસભાનું યોગદાન વિષય પરના પુસ્તક, સ્મૃતિ સિક્કા તથા ટિકિટનું વિમોચન કર્યું હતું. તેમણે ડીજીટલ પ્રદર્શનને પણ ખુલ્લું મુક્યું હતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણના ઘડવૈયા ડો. આંબેડકરની આકાંક્ષાઓ રજૂ કરતા બંધારણને પવિત્ર અને પથદર્શક પુસ્તક ગણાવ્યું હતું. તેમણે બંધારણને સર્વસમાવેચી અને મજબૂત ગણાવતા કહ્યું કે, તેમાં નાગરીકોના અધિકારો અને ફરજો દર્શાવાઇ છે. જે તેનું મહત્વનું પાસું છે.

રાજ્યસભાના સભાપતિ – ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુએ કહ્યું કે, છેલ્લા 70 વર્ષમાં દેશ લોકશાહી બંધારણ સાથે જોડાયેલો ભાગ નથી રહ્યો પણ લોકશાહી મુલ્યો વધુ ઉંડા કરવાની દિશામાં ખૂબ જ પ્રગતિ કરી છે.

વિદેશમંત્રી એસ. જયશંકરે લોકસભાને માહીતી આપતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના પુનગર્ઠન મુદ્દે આ વિસ્તારમાં અશાંતિ ઊભી કરવાનાં પાકિસ્તાનના પ્રયાસો નિષ્ફળ બનાવાયા છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને વારંવાર કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રસંઘ, માનવ અધિકાર પરિષદ અને ઇસ્લામિક સહભાગીતા સંસ્થાન જેવા વિવિધ આંતરરાષ્ટ્રી મંચો પર ખોટી અને દ્વેષપૂર્ણ વાતો ફેલાવવાનો પ્રયાસો કર્યા છે. તેમણે કહ્યું કે, ભારતે પાકિસ્તાનના આ તમામ પ્રયાસો નિષ્ફળ બનાવાયા છે. તેમણે પાકિસ્તાનને તેમની ધરતીનો આતંકવાદ માટે ઉપયોગ ન કરવા જણાવ્યું છે.

ગૃહ રાજ્યમંત્રી કિશન રેડ્ડીએ બુધવારે રાજ્યસભામાં જણાવ્યું કે, ભારતીય હવાઇ દળો દ્વારા બાલાકોટ ખાતે કરાયેલા હવાઇ હુમલા બાદ પાકિસ્તાન સ્થિત આંતકી જૂથો આ વિસ્તારમાં ફરીથી સક્રિય થવાના પ્રયાસો કરી રહ્યા છે. તેમણે કહ્યું કે, બાલાકોટ ખાતે આંતકી જૂથો ફરીથી કેમ્પ ઉભા કરવા અને ભારત વિરોધની આતંકી ગતિવીધીઓ શરૂ કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે કહ્યું કે, દેશનું અર્થતંત્ર મંદીનો સામનો કરી રહ્યું નથી અને સરકારે અર્થતંત્રને વેગ આપવા નક્કર પગલા લીધા છે. રાજ્યસભામાં દેશના અર્થતંત્રની સ્થિતિ અંગેની ચર્ચામાં બોલતા તેમણે કહ્યું કે, દેશના અર્થતંત્રના વૃદ્ધિ માટે ઘણા પગલાઓ લેવાયા છે.

વિદેશ બાબતોના રાજ્યમંત્રી વી. મુરલીધરને ગુરૂવારે રાજ્યસભાને જણાવ્યું કે, દિલ્હી બિન સંગઠિત અભ્યાસ માટેની આંતરરાષ્ટ્રીય સંસ્થાના આમંત્રણના પગલે યુરોપ સંસદના વિવિધ પક્ષોના 27 સભ્યોએ 28 ઓક્ટોબરથી પહેલી નવેમ્બર દરમિયાન ભારતની મુલાકાત લીધી હતી. તેઓએ આતંકવાદની ભારત પર શું અસર થઇ રહી છે. તે સમજવા કાશ્મીરની મુલાકાત લેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. મુલાકાત દરમિયાને યુરોપીયન સાંસદોએ આતંકવાદ ભારત માટે ખાસ કરીને જમ્મુ-કાશ્મીર માટે એ તો મોટો ખતરો છે. તેની જાણ થઇ હતી. તેમણે કહ્યું કે, આવા આદાનપ્રદાનથી ભારત અન્ય દેશો વચ્ચેના સંબંધો અને લોકસંપર્કો વધુ ઉંડા બનશે.

લેખક – વી. મોહનરાવ, પત્રકાર