શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખની ભારતની મુલાકાતથી મજબુત બનેલા દ્વિપક્ષીય સંબંધો અંગે સમીક્ષા

શ્રીલંકાના નવા ચુંટાયેલા રાષ્ટ્રપ્રમુખ અથવા પ્રધાનમંત્રી ભારતની મુલાકાતે આવે તેવુ પ્રથમવાર બન્યું નથી. અગાઉ ભુતકાળમાં પણ શ્રીલ;કાની ટોચનો હોદૃો ધરાવતી વ્યકિતએ ભારતની મુલાકાત લીધી જ છે. જો કે શ્રી ગોતાબાયા રાજપક્ષેએ શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે પદભાર સંભાળ્યા પછી તેમણે કાર્યકાળના માત્ર ૧૦ દિવસમાં ભારતની મુલાકાત લીધી, તે બાબતમાં ભારત તરફથી થોડી અપેક્ષાઓ પણ હતી અને પરિસ્થિતિ તાકીદની ગણાવી શકાય. રાષ્ટ્રપ્રમુખ રાજપક્ષેની આ મુલાકાતથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબુત બન્યા છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે, રાજયપક્ષેની રાષ્ટ્રપ્રમુખ તરીકેની ચુંટણી પછી શ્રીલંકાની મુલાકાત લઇને શ્રી રાજપક્ષેને રાષ્ટ્રપ્રમુખ તરીકે ચુંટાવા માટે અભિનંદન આપ્યા હતા. તેમણે ભારતવતી રાજપક્ષેને અભિનંદન આપવાની સાથે સાથે શ્રી રાજપક્ષેને ભારતની મુલાકાત લેવાનું આમંત્રણ આપતો પ્રધાનમંન્રી નરેન્દ્ર મોદીનો પત્ર પણ તેમને આપ્યો હતો. શ્રી રાજપક્ષેએ ભારતના પ્રધાનમંત્રી ધ્વારા વિધિવત રીતે અપાયેલા આમંત્રણનો સ્વીકાર કરીને શ્રી મોદીને પણ શ્રીલંકાની મુલાકાત લેવાનું આમંત્રણ આપ્યુ હતું.  આ મુલાકાતની વિસ્તૃત વિગતો ટુંક સમયમાં નકકી કરાશે.

ભારત અને શ્રીલંકાના સંબંધો ભુતકાળના દ્રષ્ટીકોણમાં બંધાઇ ન જાય અને તે હજી મજબુત બને તેવા આશયથી જ બંન્ને પક્ષોએ એકબીજાને વિધીવત આમંત્રણ આપવાની તત્પરતા દર્શાવી. ભુતકાળમાં શ્રીલંકાએ એલટીટીએફ સંગઠન સાથે ગૃહયુધ્ધ શરૂ કર્યુ હતું ત્યારે ભારત અને શ્રીલંકાના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે આગવો દ્રષ્ટીકોણ ઉભો થયો હતો. તે વખતે મહિન્દા રાજપક્ષે શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ હતા અને શ્રી ગોતાબાયા રાજપક્ષે શ્રીલંકાના સંરક્ષણ મંત્રી હતા. ભારત તે વખતે શ્રીલંકાને સંપુર્ણ સમર્થન આવ્યું હતું પણ સાથે સાથે શ્રીલંકાની લઘુમતી તમીળ લોકવસતી સાથે ન્યાયિક વર્તન થાય તે બાબત સુનિશ્ચિત કરી હતી. તાજેતરમાં શ્રીલંકા અને ભારતની યોજાયેલી દ્વિપક્ષીય વાતચીતમાં પણ તમીળ લોકો સાથે ન્યાયિક વર્તનની બાબત અંગે ચર્ચા થઇ હતી. કારણ કે તમીળ ટાઇગર્સ સાથેના યુધ્ધને પુર્ણ થયાને વર્ષો થયા છતા તેમજ શ્રીલંકાના સત્તાવાળાઓએ વચનો આવ્યા છતાં તમીળલોકો સાથે ન્યાયિક વર્તન થયું નથી. આ વખતે પણ ભારતે પોતાનો દ્રષ્ટીકોણ દોહરાવ્યો હતો અને શ્રીલંકાના સત્તાવાળાઓએ સકારાત્મક પ્રતિભાવ આપ્યો. શ્રી ગોતાબાયા રાજપક્ષેએ પણ જણાવ્યું હતું કે તેઓ શ્રીલંકાના બહુમતી લોકોના મતોથી ભલે વિજયી થયા છે. આમ છતાં વહીવટમાં તેઓ તમીળ તથા મુસ્લીમ લઘુમતી સહિત બધા જ નાગરીકો સાથે અકે સમાન તથા ન્યાયીક વર્તન દાખવશે. નિરીક્ષકોના મતે આ બાબત ઘણી સકારાત્મક ગણાવી શકાય. ભારતે વ્યકત કરેલી ચિંતાને ધ્યાનમાં લઇને શ્રી રાજપક્ષેએ ભારપુર્વક જણાવ્યું હતું કે ચીન અને પાકિસ્તાન સાથેના શ્રીલંકાના સંબંધોની અસર ભારતના સંબંધો ઉપર થવા દેવાશે નહી.

તેમણે એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે વિવાદાસ્પદ હંબન તોટા પ્રોજેકટમાં ચીનને મંજુરી આપવી એ શ્રીલંકાની કદાચ ભુલ થઇ છે. આ બાબત દર્શાવે છે કે શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે શ્રી રાજપક્ષે ખુલ્લુ મન ધરાવે છે. શ્રીલંકાના સાથેની દ્વિપક્ષીય વાતચીતમાં ભારતે શ્રીલંકાને ૪પ કરોડ ડોલરની ધિરાણ સહાય આપવાની પ્રતિબધ્ધતા દોહરાવી હતી.

ચીને મુડીરોકાણ માટે કરેલી દરખાસ્તોની તુલનાએ ભારતે કરેલી નાણાં સહાય ઘણી ઓછી હોવા છતાં પ્રોજેકટોના વાસ્તવિક અમલીકરણ બાબતે ભારતે સારો દેખાવ કર્યો છે. એવી જ રીતે ખુબ જ મોટા પ્રોજેકટો તથા મોટા ધીરાણો શ્રીલંકાના અર્થતંત્ર માટે અનુકુળ નથી તેવી જાગૃતિ શ્રીલંકાના નાગરીકોમાં આવી રહી છે. મેગા પ્રોજેકટો અને તેમાં થતાં મુડીરોકાણના પગલે લોકોમાં ઉભી થતી અપેક્ષાઓનું આદર્શ ઉદાહરણ હંબનવોટા બંદર છે. ભારતની વાસ્તવિક ચિંતાઓનો શ્રીલંકા ખ્યાલ રાખશે. તો ભારત અને શ્રીલંકાના દ્વિપક્ષીય સંબંધોમાં બંન્ને દેશો માટે વિજયની ક્ષણ ઉભી થશે. રાષ્ટ્રપ્રમુખ રાજપક્ષેએ પણ સકારાત્મક અભિગમ અપનાવીને બંને દેશો વચ્ચેના સંબંધોને નવી ઉંચાઇએ લઇ જવાની નેમ વ્યકત કરી છે.

નવા રાષ્ટ્રપ્રમુખ શ્રી રાજપક્ષેએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભારત અને શ્રીલંકાના સંબંધોમાં તેવો નવો અભિગમ અપનાવશે. બીજા શબ્દોમાં કહીએ તો તેમણે આ ક્ષેત્રે સકારાત્મક શરુ કરી કહેવાય