ભારત – પોર્ટુગલનો સંબંધો ઉત્થાન તરફ છે – એ અંગે સમીક્ષા

ફરીથી ચૂંટાયા બાદ પાર્ટુગીઝ પ્રધાનમંત્રી શ્રી એન્ટોનિયો કોસ્ટાની યુરોપની બહાર પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત ભારત માટે વિવિધ કારણોસર મહત્વની બની છે. શ્રી કોસ્ટા અત્યાર સુધી ત્રણ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી મળી ચૂક્યા છે. તેમણે જાન્યુઆરી 2017માં ભારતની મુલાકાત કરી ત્યારે ભારતે તેમને પ્રવાસી ભારતીય સન્માનથી નવાજ્યા હતા. શ્રી કોસ્ટાને ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટમાં પણ સંબોધન કર્યું હતું.

ત્યારબાદ એ જ વર્ષે ભારતીય પ્રધાનમંત્રીએ તેમની પોર્ટુગલ મુલાકાત દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી અને સહયોગના વિશિષ્ટ ક્ષેત્રોની ઓળખ કરી. શ્રી મોદીએ પોર્ટુગલના ૬પ હજાર ભારતીયોના યોગદાનની સરાહના પણ કરી. તેમને ભારતના વાસ્તવિક રાજદુત કહયા. ર૦૧૮માં ઉપરાષ્ટ્રપતિ એમ.વેકૈયા નાયડુએ પોર્ટુગલની મુલાકાત લીધી હતી. દાયકાઓથી પરિધીય વ્યસ્તતાને પછી પોર્ટુગલ ભારતીય વિદેશ નીતી – ઘડનારાઓના રડાર પર છે. પોર્ટુગલને વિકસાવવા માટે ભારત પાસે વ્યવહારિક કારણો છે. જેમ કે પ્રધાનમંત્રી કોસ્ટાએ કહયું છે કે પોર્ટુગલ ભારતનો યુરોપનો પ્રેવેશધ્વાર બનવા ઇચ્છે છે. પોર્ટુગલ વાસ્તવમાં યુરોપિયન એકીકરણમાં કેન્દ્ર સ્થાને રહયું છે. પોર્ટુગલ શરૂઆતમાં જ યુરો ચલણમાં સામેલ થયો હતો. આ યુરોપિયન સંઘની રાજકારણને આકાર આપવામાં ઘણી રીતે મહત્વનું રહયું છે. પોર્ટુગલ ર૦ર૦ યુરોપિયન આયોગની સાથે પાંચ યુરોપિય માળખાકીય અને રોકાણ ભંડોળના કામને ેક સાથે લાવવા માટે એક ભાગીદારી સમજુતી છે. પોર્ટુગલને યુરોપની ર૦ર૦ ની રણનીતી અનુસાર સ્માર્ટ, ટકાઉ અને સમાવેશી વિકાસથી ઘણો ફાયદો થશે.

વૈશ્વિક મંચ પર ભારતના પદચિહન વધી રહયાં છે. ભારતની આર્થિક વૃધ્ધિ દુનિયાની નજરોમાં આવી ગઇ છે. ભારતે સાબીત કરી બતાવ્યું છે કે લોકતંત્ર અને વિકાસ સાથે સાથે ચાલે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોસ્ટાએ બંને દેશોની વચ્ચે સંબંધોને મજબુત બનાવવા માટે વ્યકિતગત પ્રતિબધ્ધતા બતાવી છે. પ્રધાનમંત્રી કોસ્ટા મહાત્મા ગાંધીની ૧પ૦મી જનમજયંતીના અવસરે આયોજન સમિતિની બીજી બેઠકમાં ભાગ લેવા માટે ભારતીય પ્રધાનમંત્રીના નિમંત્રણ પર નવી દિલ્હીમાં આવ્યા હતા. પોર્ટુગલના પ્રધાનમંત્રીએ ગાંધી નાગરિકતા શિક્ષણ એવોર્ડ આપવાની જાહેરાત કરી. દર વર્ષે આ એવોર્ડ ગાંધીજીના વિચારો અને ઉદાહરણોથી પ્રેરિત હશે. એવોર્ડની પ્રથમ આવૃતિ પશુ કલ્યાણ માટે સમર્પિત હશે.

બંને પ્રધાનમંત્રીઓને સંરક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને વ્યાપાર જેવા વિશિષ્ટ ક્ષેત્રોમાં સંબંધોને મજબુત બનાવવા પર ભાર મુકયો છે. બંને દેશો સહયોગના ક્ષેત્રોમાં વિવિધતા લાવવા માટે ઇચ્છે છે. શિક્ષણ અને સંસ્કૃતિ ઉપર વધુ ધ્યાન આપવામાં આવી રહયું છે. પોર્ટુગલની સાથેનો ગાઢ સંબંધ અન્ય પોર્ટુગલી ભાષા બોલાવનારા દેશો લુસોફોનની સાથે ભારતના વ્યાપાર અને મુડીરોકાણના સંબંધોને ઉત્તેજન આપશે. ભારત યુરોપિય સંઘની સાથે મુકત વ્યાપાર સમજુતી પર વાતચીત કરી રહયું છે. બંને પક્ષોએ દ્વિપક્ષીય વ્યાપાર અને રોકાણ સમજુતીના સમાપનની જરૂરીયાતને રેખાંકિત કર્યુ છે.

ભારતે પોર્ટુગલમાં ફેસ્ટીવલ ઓફ ઇન્ડિયાનું આયોજન કર્યુ હતું. જેમાં ભારતની સાંસ્કૃતિક સમૃધ્ધિ અને વિવિધતાઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં સંગીત, નૃત્ય, ભોજન અને યોગનો સમાવેશ થાય છે. આનંદની વાત એ છે કે બંન્ને દેશોની વચ્ચે વ્યાપારમાં વધારો થયો છે. પરંતુ આ વધારો તેમની ક્ષમતાથી ખુબ જ ઓછો છે. ભારતીય અને પોર્ટુગીઝ કંપનીઓની આફ્રિકાની સાથે સાથે લુસોફોન દેશોમાં એક સાથે કામ કરવાની ઇચ્છા છે. બંને દેશો ત્રીજા દેશમાં સંયુકત સાહસોની પણ શોધખોળ કરી રહયાં છે. પોર્ટુગલ સાથેના ભારતના સંબંધ બહુ જુના સમયથી છે. પોર્ટુગલી સંશોધનકાર વાસ્કોડી ગામા એક જ હતા. જેમણે યુરોપથી ભારત માટે દરિયાઇ માર્ગ શોધ્યો હતો. તેઓ ૧૪૯૮માં કોઝાકોડમાં ઉતર્યા હતા. ત્યારથી ભારત અને પોર્ટુગલની વચ્ચે મસાલાનો વ્યાપાર શરૂ થયો છે.

આધુનિક મુત્સદીગીરી માટે ઉચ્ચસ્તરીય રાજકીય આદાન પ્રદાનની જરૂરીયાત હોય છે. ભારત અને પોર્ટુગલને અંતરીક્ષ, સ્ટાર્ટ અપ, શિપીંગ, યુવા વિનિમય અને સંસ્કૃતિ જેવા સહયોગના નવા ક્ષેત્રોમાં સતત જોડાણો ધ્વારા દ્વિપક્ષીય સંબંધોને એક નવી ગતી તળે આપી છે. સારી વિદેશનીતીમાં સમજદારોની જરુર પડે છે. પરંતુ તેના માટે હિંમત અને કલ્પનાની આવશ્યકતા છે. પોર્ટુગલ સાથે ભારતની વધતી નિકળતા અને બહુપક્ષીય વાતચીત જેવી સમજદારી અને કલ્પનાનું પરીણામ છે.