અમેરીકા – ઇરાન વચ્ચેનો તણાવ – ભારતની તણાવ ઓછો કરવા અપીલ

બગદાદ એરપોર્ટ પર ઇરાનના લશ્કરી કમાન્ડર કાસમ સોલેમાનીના મારવાના અમેરીકાની કાર્યવાહીથી આ ક્ષેત્રમાં અસ્થિરતામાં વધારો થયો છે. આ ઇરાનમાં અમેરીકા વિરુધ્ધ નાગરીકોના અભિપ્રાય પ્રમાણે આ હુમલા થયા. જેથી હવે પછીની ઇરાન અને અમેરીકા વચ્ચેની વાટાઘાટોનું સ્થાન નબળુ પડી રહયું છે. જે મધ્ય પુર્વમાંથી અમેરીકાના સૈનિકો પરત બોલાવવા તથા ઇરાનને પરમાણુ શસ્ત્ર રાજય બનતુ અટકાવવાના ટ્રમ્પ વહીવટી તંત્રના બે નિર્ધારીત લક્ષ્યો માટે પણ નુકસાનકારક છે. અમેરીકા ધ્વારા કોઇપણ પુર્વ સુચના વગર કરવામાંઆવેલી એક તરફી કાર્યવાહીને કારણે અખાતી વિસ્તારમાં ચિંતા ઉભી કરી છે. જેઓએ તાજેતરના મહિનામાં પોતાની શિપીંગ લેન તથા ખનીજ તેલ માળખાને લક્ષ્યમાં રાખેલ છે અને ઇરાન સાથે તણાવ ઓછો કરવા કામ કરી રહયાં છે. ઇરાને ઇરાકમાં સ્થિત બે અમેરીકાના હવાઇદળના સ્થળો પર હુમલો કરી બદલો લીધો છે. તેહરાને કહયું કે તેઓએ લશ્કર વિરુધ્ધ જવાબી કાર્યવાહી કરી છે કેમ કે જનરલ સોલેમનીએ એક લશ્કરી અધિકારી હતા. અલ અસદ અને એરસ્ટીલ હવાઇદળની છાવણી પર થયેલા હુમલામાં કોઇ અમેરીકી કે પછી ઇરાકી સૈનિક ઇજાગ્રસ્ત થયા નથી. હુમલાના જવાબમાં અમેરીકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો હતો કે અમેરીકા તહેરાન વિરુધ્ધ હડતાલ નહી કરે. જે દુશ્મનાવટ પુરી કરવાના પગલાં તરીકે જોવામાં આવી રહયું છે. ઇરાને પણ સંકેત આપ્યો કે તે હવે આગળ કોઇ પગલાં ભરશે નહી.

આ ખાતરીઓ છતાં આ અસ્થિર ક્ષેત્રમાં તંગદીલી વધારે છે. બંને દેશો વચ્ચેની સતત દુશ્મનાવટની જહાજોના વીમાના ભાવ સહિત ઉર્જાના ભાવો અને વહાણવટા ઉપર પણ સીધી અસર થશે. જો કે ભારત ઇરાનમાંથી તેલની આયાત કરતુ નથી. પરંતુ ભારતની ૮૦ ટકા ઉર્જા જરૂરીયાત ખાડીના દેશોમાંથી આયાત કરવામાં આવે છે. જેમાં વિક્ષેપ ઉર્જાના ભાવ વધારામાં પરીણમી શકે છે. તેનાથી વહાણવટા ખર્ચ અને જહાજના વીમાના વધેલા ભાવમાં ઉમેરો થશે. આ સમયે ભાવ વધારો ભારતના અર્થતંત્ર પર દબાણરૂપ સાબીત થઇ શકે છે. કન્ટેનર જહાજો પર થઇ રહેલા હુમલાઓને ધ્યાનમાં લેતા ભારતે પોતાના ખનીજ તેલના જથ્થાના રક્ષણ માટે ખાડીના દરિયામાં નૌસેનાના જહાજ મુકયા છે. આ દેખરેખને કારણે તેલ આયાત કરવાની કુલ કિંમતમાં વધારાનો ખર્ચો ઉમેરાશે. તેલ સિવાય મિસાઇલ હુમલા અને અન્ય હુમલાઓ અમેબીક દેશોમાં વસતા ભારતીય ધંધાદારીઓ અને નોકરીયાતોને જોખમમાં મુકી શકે છે. એક અંદાજ મુજબ આ પ્રદેશમાં લગભગ ૮૦ લાખ ભારતીયો રહે છે. જેઓ દેશમાં આશરે ૪૦ બિલીયન ડોલર મોકલે છે. ભારત સરકાર માટે આ ભારતીયોની સુરક્ષા સૌથી વધુ ચિંતાનો વિષય છે. ભારતે ભુતકાળમાં આ પ્રદેશના સંઘર્ષપુર્ણ ક્ષેત્રોમાંથી સફળતા પુર્વક પોતાના નાગરીકોને બચાવ્યા છે. ત્રીજી સૌથી મોટી અસર ભારતના આ ક્ષેત્રોના દેશો સાથે વધતા વેપારની ગતિ પર પડશે. ભારત તેના થોડા દુરના પાડોશીઓ સાથે સંબંધો મજબુત કરવાની નીતી અપનાવતો આવ્યો છે. તેને ચાલુ રાખતા ભારતે ઓમાન, સાઉદી અરેબીયા અને યુએઇ જેવા દેશો સાથે તેના આર્થિક વ્યવહારો વધાર્યા છે. વધતો તણાવ આ સંબંધોને અસર કરી શકે છે.

આ પૃષ્ઠભૂમિમાં ભારતીય રક્ષામંત્રી રાજનાથસિંહે અમેરીકાના સુરક્ષા સચિવ માર્ક ટી. એસ્પર સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓએ અખાત ક્ષેત્રમાં બદલાતી સુરક્ષા પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. શ્રી સિંઘે અમેરીકન સુરક્ષા સચિવ શ્રી એસ્પરને અખાત ક્ષૈત્રમાં ભારતના હિતો અંગે માહિતગાર કર્યા હતા અને વધતા જતાં તણાવ માટે ભારત કેટલુ ચિંતીત છે તે જણાવ્યું હતું. તેઓએ દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગને મજબુત બનાવવાનો દૃઢ સંકલ્પ વ્યકત કર્યો હતો. તો સાથે જ રી એસ્પરે ભારતીય રક્ષામંત્રીને અખાતી ક્ષેત્રમાં થયેલા તાજેતરના ફેરફારો અંગે માહિતગાર કર્યા હતા. ભારતની આ ક્ષેત્રને લગતી ચિંતાઓ અને હીતો અંગે સહમતિ દર્શાવી હતી.

ભારત વ્યુહાત્મક ચાબહાર બંદરના વિકાસમાં પણ ઇરાનનો ભાગીદાર છે. જે પાકિસ્તાનની બહારથી ભારતના મધ્ય એશિયા અને અફઘાનીસ્તાન સાથેના વેપાર માટેની મહત્વપુર્ણ કડી છે. જયારે ઇરાન પરના પ્રતિબંધોએ ભારતીય કંપનીઓને રોકાણ કરવાથી અટકાવ્યા છે, ત્યારે અસ્થિરતા બંદર માટેના રોકાણમાં વધુ ઘટાડો કરશે. આ ક્ષેત્ર માટેના ભારતના મોટા કનેકટીવીટી પ્રોજેકટસ માટે નુકશાનકારક સાબીત થશે. ભારતે આ ઘટનાક્રમો ઉપર ચાંપતી નજર રાખવાની અને તણાવ ઘટાડવા માટેના બહુપક્ષીય પ્રયત્નોને પ્રોત્સાહીત કરવાની જરૂર છે.