રાયસીના મંત્રણા 2020 અંગે સમીક્ષા

લેખક – ડોક્ટર આરા નારાયણ રોય, 

દિલ્હીની ભારતીય સામાજિક વિજ્ઞાન સંસ્થાના નિયામક

સમગ્ર વિશ્વ 21મી સદીના ત્રીજા દાયકામાં પ્રવેશ કરતી વખતે એકથી વધુ પડકારો તથા સત્તામાં પરિવર્તનના બનાવો નિહાળી રહ્યું છે. 

નવી સત્તાઓ વિશ્વ ફલક ઉપર ધીરે ધીરે ઉપસી રહી છે, ત્યારે કેટલીક જૂની સત્તાઓ તેમની અસર ગુમાવી રહી હોવાનો અહેસાસ કરી રહી છે. 

ચીનનો વિશ્વ ફલક ઉપર થયેલો ઉદય સમગ્ર વિશ્વને ચોંકાવનારો છે, જ્યારે ભારત પણ વિશ્વમાં આગળ વધી રહ્યું છે. 

સમગ્ર વિશ્વના પર્યાવરણ ઉપર નિર્ણાયક છોડવાની બાબતમાં તથા સલામતી ક્ષેત્રના તણાવની દૃષ્ટિએ, એશિયા વૈશ્વિક સ્તરે કેન્દ્રમાં રહ્યું છે. 

નવકલ્પના એ ભવિષ્યની ચાવી છે. જો તમે નવકલ્પનાને મહત્વ આપશો નહીં, તો ફેંકાઈ જવાનો ભય રહ્યો છે. 

આજ બાબત વિદેશનીતી અને વ્યૂહાત્મક હિતોને પ્રોત્સાહન આપવાની બાબતને પણ લાગુ પડે છે. 

જટીલ વ્યવસ્થા ધરાવતું નવું વિશ્વ પડકારોની સાથે સાથે નવી તકો પણ આપે છે. 

વિશ્વમાં સત્તાનું કેન્દ્ર પશ્ચિમી દેશોથી ખસીને પૂર્વના દેશો તરફ આવતું જણાય છે. આ જ બાબત નવી વિચારધારાની જરૂરિયાત તરફ ધ્યાન દોરે છે. 

આ સમગ્ર પાર્શ્વભૂમિમાં દિલ્હી ખાતેની રાયસીના મંત્રણાને મૂલવવી જોઈએ. આ મંત્રણાએ ભારતનો રાજકારણ તથા અર્થશાસ્ત્રના ક્ષેત્રે સહકારનો નવો મંચ છે, તેમ કહી શકાય. 

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે વિદેશ નીતીને મહત્વ આપ્યું છે. તથા વિદેશનીતીના લક્ષ્યાંકો મેળવવા માટે ભારતની લોકશાહી, ભૌગોલિક સ્થાન અને મહત્વ તથા વિશાળ બજાર જેવા પરિબળોનો પણ ઉપયોગ કરવાની શરૂઆત કરી છે. 

રાયસીના મંત્રણાની સફળતાનું રહસ્ય ભારતનું મજબૂત અર્થતંત્ર તથા તેની સક્રિય વિદેશ નીતીને આભારી છે. 

રાયસીના મંત્રણાની પાંચમી શ્રેણીમાં રશિયા, ઇરાન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા સહિત બાર દેશોના વિદેશમંત્રીઓએ તેમજ ચિંતકો અને શિક્ષણ વિદોએ ભાગ લીધો. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાયસીના મંત્રણાના ઉદ્ઘાટન સત્રમાં ઉપસ્થિત રહ્યા હતા. આ મંત્રણા બેઠકમાં સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ભારત અને ચીનના સંબંધો ખૂબ જ જટીલ છે., આમ છતાં બંને દેશો પૈકી કોઈપણ દેશ આ સંબંધ ઉપર વિપરીત અસર થાય તેવું કરશે નહીં. 

તેમણે વિઘટનકારી શક્તિઓ સામે ભારત સંતુલનની કામગીરી કરે છે, તે બાબત ભારપૂર્વક જણાવી હતી. 

શ્રી જયશંકરે સ્પષ્ટતા કરી હતી કે, ભારતે પ્રાદેશિક સર્વગ્રાહી આર્થિક ભાગીદારી – RCEP સમજૂતી માટેના દ્વાર હંમેશ માટે બંધ કર્યા નથી. વિશ્વ સમુદાયના ઘણાં નેતાઓ ભારતને પ્રાદેશિક તથા વૈશ્વિક બાબતોમાં મહત્વની ભૂમિકા ભજવનાર તરીકે જુએ છે. 

રશિયાના વિદેશમંત્રી સર્ગેઇ લાવારોવે ભારતના રાષ્ટ્રસંઘની સલામતી પરિષદના સભ્યપદ માટેના દાવાને રશિયાના સમર્થનની જાહેરાત કરી. જોકે, તેમણે ચીનના પ્રભાવને રોકવા હાથ ધરાયેલી ભારત – પ્રશાંત વિશ્વાસ પહેલની વિભાજનવાદી સંકલ્પના ઓળખાવીને તેની ટીકા કરી હતી. 

ઇરાનના વિદેશમંત્રી જાવેદ ઝરીફે અમેરિકાના એકહથ્થુ વલણની ટીકા કરી હતી અને તેની દબાણની નીતી સામે સાથે મળીને ઊભી રહેવાની અપીલ યુરોપીયન દેશોને કરી હતી. 

આ બેઠકમાં ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી હેલેન કલાર્ક, અફઘાનિસ્તાનમાંના ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ હમીદ કરઝાઈ, કેનેડાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પર, ભૂતાનના ભૂતપૂર્વ વડા સેરિંગ તોગાબે અને દક્ષિણ કોરિયાના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી હાંસ સેઉન સૂ સહિત અન્ય અગ્રણીઓએ સંબોધન કર્યું હતું. 

ભારતે અત્યાર સુધીમાં ઘણી પ્રગતિ કરી છે, આમ, છતાં તેની સામે ઘણાં પડકારો ઊભા છે, ખાસ કરીને પાડોશી દેશો તરફથી એવી જ રીતે ભારતે હજી ઉપયોગ કર્યો નથી તેવી તકો પણ છે. 

ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવતે જણાવ્યું છે કે, આતંકવાદ સૌથી મોટો પડકાર છે. 

જોકે, સરકાર જનરલ બીપીન રાવતે યુવાનોને ઉદ્દામવાદના પંથેથી પાછા બોલાવવા સૂચવેલા ઉપાયો અમલમાં મૂકે છે, કે કેમ તે જોવું રહ્યું.

શ્રીરંગ તેડુંલકર – રમેશ પરમાર