યુરોપીય સંઘના વિદેશ અને સલામતી નીતીના વડાનો ભારત સાથેના ગાઢ સંબંધોનો પુનરૂચાર – એ અંગે સમીક્ષા

યુરોપીયન સંઘની વિદેશ નીતિ અને સંરક્ષણ બાબતોના ઉચ્ચ પ્રતિનિધિ જોસેપ બોરેલ ફોન્ટેલેસ તાજેતરમાં જ ભારતની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે રાયસીના મંત્રણા 2020 માં ભાગ લીધો હતો. ભારત અને  યુરોપીયન સંઘ વચ્ચેની સમાનતા ઉપર ભાર મૂકતા, ફોન્ટેલેસે બંને પક્ષોએ નિયમો આધારિત બહુપક્ષીય વ્યવસ્થા બચાવ કરવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું.  ખાસ કરીને એ સમયે કરી જ્યારે વિશ્વ વેપાર સંગઠનની વિવાદોનું સમાધાન લાવવાની પ્રણાલી અંગે ઊભી થયેલી મડાગાંઠ એ યુરોપ, ભારત તેમજ ઘણા દક્ષિણપૂર્વ એશિયન દેશો માટે ચિંતાનું કારણ બની ગયું છે.

આ અંગે ઉચ્ચ પ્રતિનિધિએ માહિતી આપી હતી કે ઇયુએ આ મડાગાંઠ ઉકેલવા દરખાસ્ત કરી છે. આ મુદ્દાને હલ કરવું અને વ્યવહારુ ઉકેલ લાવવું બંને પક્ષોના હિતમાં છે. જ્યારે વૈશ્વિક સમુદાય સામે દરિયાઈ સંસાધનોની સલામતી અને સ્થિરતા જાળવવામાં ચાચેગીરી જેવા પડકારો ઊભા થયા ત્યારે દરિયાઈ સલામતી મજબૂત બનાવવું બહુ જ જરૂરી છે. એટલે જ, આંતરરાષ્ટ્રીય દરિયાઈ સલામતી માટે બધાને મળીને કામ કરવું અનિવાર્ય છે. હોર્ન ઓફ આફ્રિકા અને પશ્ચિમ હિન્દ મહાસાગરમાં શરૂ થયેલું ઓપરેશન એટલાંટા ભારત સાથેના સહકારનો સારો દાખલો છે.

યુરોપીય સંઘના આ ઉચ્ચપ્રતિનિધિએ ભારત અને સંઘ વચ્ચે ર૦રપના વર્ષ સુધીની વ્યુહાત્મક ભાગીદારીની નવી માર્ગદર્શક રેખા વિકસાવવાની જરૂર પર ભાર મુકયો હતો. તેમણે સુરક્ષાથી લઇને ડીજીટલ અથવા આબોહવા પરીવર્તન જેવા ક્ષેત્રોમાં સહકારનો સમાવેશ થાય છે. આ ભાગીદારી માટેની પહેલ શરૂ થઇ ચુકી છે અને આગામી ૧૩ માર્ચ ર૦ર૦ ના રોજ યોજાનારી ભારત – યુરોપ શિખર બેઠકમાં તેને બહાલી આપવા માટે તે તૈયાર થઇ જશે. 

આબોહવા પરીવર્તનની અસરો ઓછામાં ઓછી થાય તે માટેના ઉપાયો સાથે મળીને વિચારવાની પણ બંને પક્ષોને જરૂર છે. આબોહવા પરીવર્તન રોકવાનો સંયુકત અને વ્યકિતગત લક્ષ્યાંક હાંસલ કરવા પારદર્શક, નીરીક્ષણ, અહેવાલનું આદાન-પ્રદાન વગેરે માટે માળખું તૈયાર કરી શકે તેવી હકીકતોની બાબતમાં પણ પેરીસ આબોહવા સંધીનું પાલન અને અનુસરણ પણ એક મહત્વનું પાસુ છે. તેનો સફળતાપુર્વક અમલ કરવા માટે જવાબદારીની વહેંચણીના પ્રયત્નો જરૂરી બનશે અને આબોહવા પરીવર્તનની વરવી અસરો નિવારવા સાથે મળીને કામ કરવુ પણ જરૂરી છે.

પેરીસ કરારના અમલીકરણમાં વેગ લાવવા અને બધા માટે સલામત, સ્વચ્છ અને વિશ્વાસપાત્ર અને વ્યાજબી ભાવે ઉર્જાનો પુરવઠો સુનિશ્ચિત કરવાના હેતુસર ભારત અને ઇયુ વચ્ચે આબહોવા પરીવર્તન અને ઉર્જા ક્ષેત્રે સહકાર વધારવાનો આ ઉદેશ્ય છે.

ભારત અને યુરોપીય સંઘ ભુતકાળમાં પણ ત્રાસવાદ, અંતિમવાદ અને ઉગ્રવાદ સામે પોતાનો સુર અનેક વખત સાથે મળીને વ્યકત કરી ચુકયા છે. ભુતકાળમાં પણ ભારત અને યુરોપીય સંઘે યુરોપ, દક્ષિણ એશિયા તેમજ મધ્ય પુર્વમાં ત્રાસવાદી બળોને મહાત કરવામાં સધાયેલી પ્રગતિના મહત્વ પર ભાર મુકી ચુકયા છે. હિંસક અંતિમવાદ સામે કેન્દ્રિત અને અસરકારક કાર્ય કરવા બંને પક્ષો પાસે પ્રભાવશાળી વ્યવસ્થા તંત્ર છે. આ સંદર્ભમાં યુરોપીય સંઘ અને ભારતની ત્રાસવાદ વિરોધી કાર્યશાળાએ ભારતના અને યુરોપના નિષ્ણાંતોને સાથે લાવવામાં મદદ કરી છે.  તેનાથી આઇએસઆઇએસ ત્રાસવાદી માળખાના ઓનલાઇન પ્રચાર રોકવા અને તેનો સામનો કરવા તેને અલગ કરવા અને તેની શોધખોળ માટે ક્ષમતાવર્ધન પર ખાસ ભાર મુકાઇ રહયો છે. 

વેપાર પણ એક એવુ પાસુ છે જેના પર યુરોપીય સંઘ અને ભારતે પોતાના પ્રયાસો વધારવાની જરૂર છે. બંને પક્ષોએ ભારત યુરોપીય સંઘ મુકત વેપાર સંધિ – એફટીએ અંગે પણ મંત્રણાઓ ફરી શરૂ કરવા પર ભાર મુકવો જરૂરી છે. આ સંધિ મૂર્તીમંધ કરવા બંને પક્ષે થોડી બાંધછોડ કરવી જરૂરી છે. યુરોપીય સંઘ મુડી રોકાણને એફટીએના ભાર તરીકે ગણતો નથી અને આલ્કોહોલ તથા મોટરવાહનો માટે બજાર ઉપલબ્ધ કરાવવા જેવા મુદેૃ બાંધછોડ કરવામાં આવે તો જ મંત્રણાના ટેબલ પર બેસસે તેવો આગ્રહ રાખે છે.  બીજી બાજુ ભારત શ્રમ અને માનવ અધિકારના મુદૃાઓને સામેલ કરવાના યુરોપીય સંઘના પ્રયાસોનો વિરોધ કરે છે અને આ માટે અલગ કાર્યજુથનું સૂચન કરે છે. 

શ્રી ફ્રોન્ટેલેસે જણાવ્યું છે કે આગામી માર્ચ માસમાં યોજાનારી ભારત – યુરોપીય સંઘની શિખર બેઠક જો ફળદાયી નિવડે તો સંરક્ષણ અને વેપારના ક્ષેત્રે સહકાર વધારવા તેમજ વ્યુહાત્મક ભાગીદારી વધુ વિસ્તૃત થશે. ભારત અને યુરોપીય સંઘ હિંદ પ્રશાંત અંગેની ખુલ્લી નીતી અંગે સમાન વિચારશણી ધરાવે છે અને તેથી નિયમ આધારીત પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા નીશ્ચિત કરવા તરફ સહિયારી નીતીઓ અને વ્યુહ અપનાવે  તે પણ જરૂરી છે. ભરત રાજગોર – અપર્ણા ખૂંટ – મુકેશ

લેખક : યુરોપીયન બાબતોના વ્યૂહાત્મક

વિશ્લેષક ડો સંઘમિત્રા શર્મા