સ્ટાર્ટ-અપ ઝુંબેશને મળી રહેલી સારી સફળતા

71મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં અપેક્ષા મુજબ જ સ્ટાર્ટ અપ ઇન્ડિયા યોજનાને ગૌરવવંતુ સ્થાન મળ્યું હતું. સમગ્ર ભારતમાં વીસરી ચૂકેલા 26 હજારથી વધુ સ્ટાર્ટ અપ સાહસોએ ખૂબ ટૂકા સમયગાળામાં ત્રણ લાખથી વધુ નોકરીઓનું સર્જન કર્યું છે. સરકાર દ્વારા સાનુકૂળ વાતાવરણ ઊભું થવાના કારણે સ્ટાર્ટ અપમાં ભારે મૂડીરોકાણનો માર્ગ ખુલ્લો થયો છે. અત્યાર સુધીમાં ભારતમાં સ્ટાર્ટ અપમાં થયેલા રોકાણનું મૂલ્ય 35 અબજ ડોલરથી પણ વધારે થઈ ચૂક્યું છે.

આજે દેશની ટોચની ટેકનિકલ અને મેનેજમેન્ટ સંસ્થાઓમાંથી બહાર આવતાં સ્નાતકો જે રીતે નોકરીના બદલે સ્ટાર્ટ અપને પસંદગી આપી રહ્યા છે તે દેશમાં ઉદ્યોગ સાહસિકતાની પ્રદર્શિત કરે છે તેમાં બે મત નથી.

પ્રજાસત્તાકની પરેડમાં સ્ટાર્ટ અપનો ટેબ્લો દર્શકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. સ્ટાર્ટ અપ માટેનું જે રીતે વાતાવરણ સર્જાઇ રહ્યું છે તે પણ આ ટેબ્લોમાં ઉત્કૃષ્ટ રીતે પ્રદર્શિત થયું હતું. સ્ટાર્ટ અપ શરૂ કરવા માટે સરકાર તરફથી અપાતી સરળ મૂડી સહાય અને કરવેરામાં રાહતો દ્વારા તેને અનુકૂળ વાતાવરણ ઊભુ થયું હોવાથી મોટી કંપનીઓ દ્વારા પણ વિવિધ સ્ટાર્ટ અપ સાહસોનું વટવૃક્ષ તેમાં પ્રદર્શિત કરાયું હતું.

આમ તો સ્ટાર્ટ અપની શરૂઆત વર્ષ 2016માં જ થઈ હોવાથી આ યોજના હજી તો પાપા પગલી ભરી રહી છે. પરંતુ તેની સફળતા અદભૂત છે. તેના હેઠળ ઊભા થઈ રહેલા નવા સાહસોનું મૂલ્ય અબજ ડોલરના આંકને ક્યારનુંય  પાર કરી ગયું છે. આ સાહસોએ દેશની સીમાઓ પણ વટાવી છે અને અન્ય દેશોમાં તેની હાજરી વર્તાવા લાગી છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન માટેના વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા ખરેખર ખૂબ પ્રોત્સાહક છે. દેશના 28 રાજ્યો અને સાત કેન્દ્ર શાસિત પ્રદેશોના 551 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં 26 હજારથી વધુ સ્ટાર્ટ અપ સાહસોની નોંધણી થઈ છે. આ સાહસોમાં કેવળ ટેકનોલોજી અને ખાદ્ય ચીજો પહોંચાડવાના એકમો જ શરૂ થયા છે એવું નથી પરંતુ સંખ્યાબંધ સાહસો હવે દેશના ગ્રામ વિસ્તારોમાં પણ કામ કરી રહ્યા છે અને એ રીતે ગ્રામજનો, અને ખેડૂતોના જીવનમાં પણ પરિવર્તન આવી રહ્યું છે. અને આમ વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણીના કરવાના સરકારના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને પણ સ્ટાર્ટ અપ એકમો નવું બળ પુરૂં પાડી રહ્યા છે.

રોકાણકારોએ ભારતીય સ્ટાર્ટ અપને આવકાર્યું છે. માત્ર 2019માં જ ભારતીય સ્ટાર્ટ અપ ક્ષેત્રમાં લગભગ 14 અબજ ડોલરનું રોકાણ થયું છે. તેમાં જાપાન,ચીન અને અમેરિકાના મૂડીપતિઓ સારા વળતરની અપેક્ષાએ રોકાણ વળતરની કરવા આકર્ષાઈ રહ્યા છે. મોટા ભારતીય ઉદ્યોગપતિઓ પણ તેમાં આશીર્વાદરૂપ રોકાણ કરી રહ્યા છે. પરિણામે આવા સ્ટાર્ટ અપ તેમની કામગીરી ઝડપથી વધારવા અનુભવી પ્રબંધકો તથા અદ્યતન ટેકનિકલ જાણકારી મેળવવા સક્ષમ બની રહ્યા છે.

છતા સમીક્ષકોના મતે વિશાળ વિદેશી રોકાણોને પગલે કેટલાંક સ્ટાર્ટ અપ બિન ટકાઉ અવ્યવહારું વ્યવસાયમાં ફસાયા છે. જેમાં તેમનું નુકસાન સતત વધી રહ્યું છે. ઉભરતા ઉદ્યોગસાહસિકો માટે આ બાબત પડકારરૂપ છે. ઉદ્યોગ સાહસિકો માટે મુખ્ય આવશ્યકત મજબૂત ધ્યેય સાથેનો સાચો વેપાર છે. આ ઉપરાંત, કેટલાક સ્ટાર્ટ-અપ્સ ગ્રાહક  સેવાને લગતી લોકોની લાલચી માંગણીએઑ સંતોષી ર્રહયા છે. દેશમાં સ્ટાર્ટ અપની ભીડ થવાની સંભાવના નકારી કાઢી શકાય નહીં. આ સ્ટાર્ટ અપ હવે પ્રયોગશાળા અને વિવિધ વિદ્યાપીઠોમાં સંશોધન કેળવવા તરફ ધ્યાન આપે તેવી અપેક્ષા છે. અમેરિકી અર્થતંત્રની સફળતા પાછળનું એ સૌથી મોટું પરિબળ છે. ટેકનિકલ વિદ્યાપીઠોમાં સંશોધન અને વિકાસને પ્રોત્સાહન આપવા સરકાર કેટલીક યોજનાઓ ચલાવી રહી છે. પ્રયોગશાળાથી ઉદ્યોગો સુધીનો આ રસ્તો, ભારતીય સ્ટાર્ટ અપ અપનાવે તેવી ઇચ્છા છે. દેશની આટલી મોટી વસ્તી મોટા ઉત્પાદન ક્ષેત્રના વિકાસમાં અને વિદેશી માર્કેટ શોધવામાં સ્ટાર્ટ અપ મહત્વની ભૂમિકા ભજવશે તેવી ખાતરી આપે છે. સ્ટાર્ટ અપ્સ માટે આ આગળનો લક્ષ્યાંક હોવો જોઈએ.

ભારતીય સ્ટાર્ટ અપ ઝુંબેશને મળેલી સફળતા ખરેખર પ્રશંસનીય છે. ભારતીય સ્ટાર્ટ અપસે હવે અમેરિકા અને ઈંગ્લેન્ડ ને પાછળ છોડી દીધું છે. સરકાર દ્વારા ઉદ્યોગ વેરામાં અપાયેલી રાહત એ સ્ટાર્ટ અપ માટે પ્રોત્સાહક બાબ છે. વ્યવહારુ વ્યવસાયિક વિચારો ધરાવતા યુવાનોને સહાય આપવા મોટી સંખ્યામાં રોકાણકારો આગળ આવી રહ્યા છે. બેંકિંગ ક્ષેત્રને પણ હવે ખુલા મનથી સ્ટાર્ટ અપ્સને આવકારયું છે. હવે સરકાર તરફથી અપેક્ષા છે કે આગામી સમયમાં દરેક શહેરમાં સ્ટાર્ટ અપ્સના હિતોને સંતોષવા એક સ્વતંત્ર વિભાગ શરૂ કરે.

લેખક – મનીશ આનંદ