ભારત-આફ્રિકા સંરક્ષણ મંત્રીઓનું સંમેલન

લખનૌ ખાતે ડિફેન્સ એક્સ્પ ઇન્ડિયાના ભાગરૂપે સૌપ્રથમ વાર ભારત આફ્રિકા સંરક્ષણ મંત્રીઓનું સંમેલન યોજાઈ ગયું.

આફ્રિકા ખંડના દેશો સાથે સંરક્ષણ ક્ષેત્રે સહકાર વધારવા ભારત તરફથી આ મહત્વપૂર્ણ પગલું લેવાયું છે જે દ્વારા ભારત અને આફ્રિકા વચ્ચેની 1950થી શરૂ થયેલી સુરક્ષા ક્ષેત્રને  ભાગીદારી જાળવી રાખવાની સાથે સાથે ભારતમાં તૈયાર થયેલા સંરક્ષણ ઉત્પાદનોની આફ્રિકાના દેશોમાં નિકાસ કરવા એક વ્યાસપીઠ પૂરું પાડવામાં આવ્યું છે. આ સંમેલનમાં 14 આફ્રિકન દેશોના સંરક્ષણ મંત્રીઓ ઉપરાંત આફ્રિકન દેશોના 154 જેટલા  મહાનુભાવો, સંરક્ષણ અને સેનાના ૧૯ વડાઓ અને ૮ કાયમી સચિવોએ આ સંમેલનમાં ભાગ લીધો હતો જે બતાવે છે કે તેઓ સંરક્ષણ ક્ષેત્રની ભારત-આફ્રિકા ભાગીદારીને ટોચની પ્રાથમિકતા આપી રહ્યા છે.

આફ્રિકાના દેશો માટે શાંતિ અને સલામતી આ હાલના ટોચની અગ્રતા ધરાવતા મુદ્દા છે આફ્રિકન સંઘની આ વર્ષની વિષયવસ્તુ છે- શસ્ત્રો મૂકીને આફ્રિકાના વિકાસ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવું’ . આ વિજન હાંસલ કરવા માટે આફ્રિકન સંઘે તૈયાર કરેલો રોડમેપ શાંતિ સલામતી અને વિકાસના સમન્વય ઉપર ભાર મૂકે છે. જે પ્રધનમંત્રી નરેન્દ્ર મોદીના સાગર વિજન એટલે કે ક્ષેત્રના તમામના શાંતિ અને વિકાસ માટેની વિજનની હરોળમાં છે.

સંરક્ષણ અને સલામતી ક્ષેત્રે ભાગીદારી એ છેલ્લા કેટલાક વર્ષોથી ભારત અને આફ્રિકાના સંબંધોનો મહત્વનો હિસ્સો રહયો છે. અત્રે યાદ અપાવીએ છીએ કે વસાહકરણ બાદ આફ્રિકાના કેટલાક દેશોના લોકોને સંરક્ષણ ક્ષેત્રે તાલીમ આપવાની અને ઘાનામાં એર ફોર્સ સ્થાપન કરવાની સાથે સાથે ભારતે ઈથીઓપિયામાં  મીલીટરી એકેડેમી, નાઇજીરીયામાં સંરક્ષણ કોલેજ અને નેવલ વોર કોલેજ સ્થાપવામાં સહાય કરી હતી.

સંયુક્ત રાષ્ટ્ર સંઘના શાંતિ દળોમાં સક્રિય ભાગ લઈ ભારતે આફ્રિકામાં શાંતિ પ્રસ્થાપિત કરવામાં મોટો ફાળો આપ્યો છે

આ સંમેલન દરમિયાન, આફ્રિકાના દેશોએ સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે ભારતે મેળવેલી સફળતાને બિરદાવી હતી અને સંરક્ષણ ક્ષેત્રે વધી રહેલા પડકારો વચ્ચે આતંક વિરોધી કાર્યવાહીમાં અને સંરક્ષણ ક્ષેત્રે ભારત સાથે સહકાર વધારવા અનુરોધ કર્યો હતો. લોકોની આજીવિકામાટે મહાસાગરો અને દરિયાનો મહત્વ ઓળખી આ સંમેલનમાં  દરિયાઈ ક્ષેત્રે પણ સહકાર વધારવા પર પણ ભાર મુકાયો હતો. સંમેલનમાં ભારતે ભારત આફ્રિકા વિકાસ ભાગીદારી દ્વારા

આફ્રિકાના દેશોને સંરક્ષણ ઉપકરણો પૂરા પાડવાનુ આશ્વાસન આપ્યું. આ પ્રયાસો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ભારત આફ્રિકા ભાગીદારીને મજબૂત બનાવવાની વિજનને હાંસલ કરવા મદદરૂપ થશે.

આ સંઘર્ષ હોર્ન ઓફ આફ્રિકા, ઉત્તર આફ્રિકા, પશ્ચિમ આફ્રિકા ઉપરાંત સાહેલ અને ગ્રેટ લેક પ્રદેશોમાં ફેલાઈ રહ્યો છે. ઇરાક અને સીરીયાના ત્રાસવાદી જૂથો તેમજ જમા તે નુસરત અલ-ઇસ્લામ પણ મુસલીમીન(JNIM) જેવા આતંકવાદી જૂથો આ ખંડમાં મોટા પ્રમાણમાં સક્રિય છે. આફ્રિકા ખંડ માટે પડકારરૂપ ચાંચિયાગીરી, સશસ્ત્ર લૂંટ, તેવી ગેરકાયદેસર, ચોરીછૂપીથી કરાતી આડેધડ માછીમારી, દાણચોરી, માનવ તસ્કરી અને કેફી પદાર્થોની હેરાફેરી પણ હિંદ મહાસાગરના કાંઠાના દેશોની મોટી સમસ્યા છે.

વહાણવટા માટે આ પ્રદેશમાં વધતી જતી અસુરક્ષા સામેનાં હલ સ્વરૂપે આફ્રિકી સંઘે સમગ્ર આફ્રિકા સામે વહાણવટાની વ્યૂહરચના અપનાવી છે. જે 2050 આફ્રિકા સંકલિત વહાણવટા (AIM)ની વ્યૂહરચના તરીકે ઓળખાય છે.

આ અનન્ય વ્યૂહ પરંપરાગ વહાણવટા પડકારોમાં ઘટાડો કરવા અને આફ્રિકાના સમુદ્ર આધારિત અર્થતંત્રના ટકાઉ વિકાસના હેતુથી તૈયાર કરાયો છે.

આફ્રિકા ખંડ સાથેના ભારતના વધી રહેલા સંબંધો એ તેના અન્ય ભાગીદાર દેશો સાથેના હિતો જેવા નથી. તે નોંધપાત્ર બાબત છે. આફ્રિકા સાથે ભારતના સંબંધો એ સંપૂર્ણ પણે સમાવેશી અને આફ્રિકાની પ્રાથમિકતાઓ આધારિત છે. આ સંમેલનની નોંધપાત્ર બાબત એ છે કે સંબંધોમાં બિનસ્વાર્થી અભિગમ માટે ભારતની ખૂબ પ્રશંસા કરાઈ રહી છે. તાજેતરમાં ભારતના એક પાડોશી દેશના બંદરને હડપ કરવાના ઇરાદાથી તે દેશને દેવાની જાળમાં ફસાવાની અન્ય એક દેશની ચાલ બદલ ગંભીર ટીકા કરાઈ હતી.

આફ્રિકાના હિંદ મહાસાગરના કિનારે આવેલા દેશો સાથે ભારતને વર્ષો જૂના વહાણવટા સલામતી અંગેના ગાઢ સંબંધો છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં આફ્રિકા દેશો તરફથી જ્યારે જ્યારે પણ વિનંતી કરાઈ છે ત્યારે ભારતે તેને નૌકાદળના જહાંજો ચાંચિયા ગીરી રોકવા તકેદારી રાખવા અને માનવતાના ધોરણે તેમજ કુદરતી આફતો વખતે રાહત કામગીરી માટે મોકલ્યા છે. ત્રાસવાદ અને ચાંચિયાગીરીના સમાન પડકારો વચ્ચે ભારતને સલામતી જાળ પુરી પાડવાના હેતુથી ભારત આફ્રિકી દેશો સાથે લશ્કરી સંબંધો વિસ્તારી રહ્યું છે અને આ હેતુથી જ ભારત આફ્રિકી દેશો સાથે સંયુક્ત લશ્કરી ક્વાયતો વધારવા ઉપર પણ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે.  સંમેલનના ચર્ચા સત્રોમાં પરસ્પર હિત અને પ્રાથમિકતાઓને વધુ સારી રીતે સમજી શકાયા હતા. તેથી એવી આશા રખાઈ રહી છે કે, આગામી દિવસોમાં ભારત આફ્રિકા વિકાસ ભાગીદારી વધુ સાર્થક રીતે આગળ વધશે. આફ્રિકા સાથેની ભારતની ભાગીદારી પારદર્શક છે અને તે સમાનતાના સિદ્ધાંત પર ઊભેલી છે.

લેખકઃ ઉત્તમ કુમાર વિશ્વાસ, સંરક્ષણ વિશ્લેષક