વિયેતનામ – ભારતની એક્ટ ઇસ્ટ પોલીસીનો સૂત્રધાર

વિયેતનામ સોશ્યાલિસ્ટ રિપબ્લીકના ઉપરાષ્ટ્રપતિ ડાંગ થાઈ ન્ગોક થિન્હે પ્રતિનિધિમંડળ સાથે સત્તાવાર ભારત યાત્રાએ આવીને ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુની સાથે ઉચ્ચસ્તરીય મંત્રણાઓ કરી હતી. વિયેતનામ એ ભારતની એક્ટ ઇસ્ટ પોલીસી અને ભારતની વિશાળ ભારત –પ્રશાંત વ્યૂહરચનામાં મુખ્ય નિર્ણાયક સૂત્રધાર છે. આ ઉપરાંત હનોઈ સીએલએમવી એટલે કે, કંબોડિયા, લાઓ પીડીઆર, મ્યાનમાર અને વિયેતનામ દેશો પ્રત્યેના ભારતના અભિગમ અંગે મુખ્ય ભૂમિકા ભજવે છે જેનો મુખ્ય હેતુ, દક્ષિણ-પૂર્વ એશિયા સાથે વ્યાપક, આર્થિક અને વ્યૂહાત્મક જોડાણોને પોષવાનો છે.

તાજેતરની આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય ભારત – વિયેતનામ વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો હતો. ઉપરાષ્ટ્રપતિ ડાંગ થાઇ ન્ગોક થિન્હની મુલાકાતનો અન્ય એક મહત્વપૂર્ણ મુદ્દો, એ ભારત – વિયેતનામને જોડતી સીધ ફ્લાઇટની જાહેરાત હતો. આ ઉપરાંત, દિલ્હીમાં વોઈસ ઓફ વિયેતનામ કાર્યાલય સ્થાપના અંગે કરાર કરવામાં આવ્યા હતા. વિયેતનામના ઉપરાષ્ટ્રપતિએ ભારત યાત્રા દરમિયાન, બોધિગયાની પણ મુલાકાત લીધી હતી.

વર્ષ 2016માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિયેતનામની મુલાકાત લીધી હતી. ત્યારે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા અને પ્રાદેશિક વ્યવસ્થાને નિયમ પ્રમાણે મજબૂત બનાવવા દ્વિપક્ષી સંબંધો વધુ ઉંચાઇએ લઈ જવાનું લક્ષ્યાંક રાખ્યું હતું. ભારતની પૂર્વીય નીતી પ્રત્યે વિયેતનામ સકારાત્મક દૃષ્ટિકોણ જાળવી રાખે છે, તેમજ પ્રાદેશિક મુદ્દાઓ અંગેની ભારતની ભૂમિકાને આવકારે છે. સંરક્ષણ અને સુરક્ષા સહયોગ ઉપરાંત પરસ્પર ઉચ્ચસ્તરીય મુલાકાતો અને મંત્રણાઓના કારણે સેવાથી સેવા સહકાર, નૌકા જ્હાજ મુલાકાત, તાલીમ અને ક્ષમતા નિર્માણ, સંરક્ષણ મંત્રીઓની બેઠકો, પૂર્વ આસિઆન શિખર પરિષદ , મેકોંગ ગંગા સહકાર ઉપરાંત એશિયા – યુરોપ બેઠક અને વિશ્વ વ્યાપાર મંચ કે, સંયુક્ત રાષ્ટ્રસંઘની બેઠકથી દ્વિપક્ષી સંબંધો વધુ મજબૂત બન્યા છે.

ભારત 2016માં 500 લાખ અમેરિકન ડોલરનું સંરક્ષણ ધિરાણ વધાર્યું હતું. ઝડપી પેટ્રોલ બોટ માટે લાર્સન એન્ડ ટુબ્રો અને વિયેતનામ તટરક્ષક દળ વચ્ચે કરાર કરવામાં આવ્યાહતા. આ ઉપરાંત, ભારતે ન્હા ટ્રાંગમાં ટેલિકમ્યુનિકેશન યુનિવર્સિટી ખાતે લશ્કરનો સોફ્ટવેર પાર્ક બનાવવ પાંચ લાખ અમેરિકન ડોલરની સહાય આપવાની ખાતરી આપી છે. વળી બંને દેશોના તટરક્ક દળ વચ્ચે આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે લડવા અંગેના કરાર પર હસ્તાક્ષર થયા છે. વિયેતનામના જાહેર સુરક્ષા મંત્રાલય વચ્ચે સાયબર સુરક્ષા અંગેના પણ કરાર થયા છે.

સંરક્ષણ અને સુરક્ષા સહયોગ ઉપરાંત આર્થિક સહયોગ દ્વિપક્ષીય સંબંધોમાં મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. હનોઈના ટોચના દસ વ્યાપાર ભાગીદાર દેશોમાં ભારતનું નામ છે. આસિયાન દેશોમાં, વિયેતનામ એ સિંગાપોર બાદ ભારત માટે બીજો સૌથી મોટો નિકાસ માટેનો દેશ છે તેમજ ઇન્ડોનેશિયા સિંગાપોર, અને મલેશિયા બાદ ચોથો વ્યાપાર માટેનો ભાગીદાર છે.

મુખ્ય લક્ષ્યાંક મહત્વના પાંચ ક્ષેત્રો પર છે, જેમાં વસ્ત્રો-કાપડ, રસાયણ, ખેતીલાયક ચીજવસ્તુઓ, ચામડું અને ઇજનેર ક્ષેત્રનો સમાવેશ થાય છે.

દક્ષિણ પૂર્વ એશિયાની સૌથી વધુ ઝડપથી વિકસત અર્થવ્યવસ્થામાંના એક તરીક વિયેતનામ, ભારત માટે ઘણી તકો ઉપલબ્ધ કરાવે છે. ભારતે ઉર્જા, ખાણ ખનિજ સંશોધન, કૃષિપ્રક્રિયા, ખાંડ ઉત્પાદન, એગ્રોકેમિકલ, માહિતી અને ટેકનોલોજી, ઓટો જેવા ક્ષેત્રોમાં રોકાણ કર્યું છે. વિયેતનામે ભારતના રોકાણને આવકાર્યું છે. ઓએનજીસી – વિદેશ વિયેતનામમાં હાઇડ્રો-કાર્બન સંશોધન બ્લોકસમાં  ભાગીદાર છે. ઓએનજીસી ઉપરાંત, ભારતની ટાટા પાવર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ગિમ્પેક્સ, જેકે ટાયર, ગ્લેનમાર્ક ફાર્માસ્યુટીકલ્સ, લિમિટેડ સહિતની અન્ય ઘણી કંપનીઓ વિયેતનામમાં વ્યાપારની તક મેળવી રહી છે.

ભારત અને વિયેતનામના વ્યૂહાત્મક ભાગીદારીના મૂળ ઇતિહાસમાં પણ શોધી શકાય છે. 1954માં ડાયેન બાયન ફૂ ફ્રાન્સ સામેની જીત પછી પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ વિયેતનામના પ્રથમ મુલાકાતીઓમાંના એક હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ હો ચી મિન્હ જેઓ ભારતમાં  પણ અંકલ હો તરીકે ઓળખાતા હતા. તેમણે ભારત યાત્રા કરી હતી. ત્યારબાદ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદ વર્ષ 1959માં વિયેતનામની મુલાકાતે ગયા હતા. ત્યારથી જ ઉચ્ચસ્તરીય મુલાકાતોનો દોર ચાલુ છે અને આના કારણે દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બન્યા છે.

વિયેતનામ ભારતની એક્ટ ઇસ્ટ પોલીસી એટલે કે, પૂર્વીયનીતીના કેન્દ્રમાં હોવાથી ભારત, સામાન્ય, પ્રાદેશિક અને વૈશ્વિક બાબતોને નવી ઉંચાઇએ લઈ જવા તેમજ ભૂ-વ્યૂહાત્મક વિકાસ માટે ભારત – વિયેતનામ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી વધારવા, ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ વધારવા રોકાણ કરવાનું ચાલુ જ રાખશે.

 

લેખક – ડો.તિતલી બસુ

રૂપલ જાની, રમેશ પરમાર