અમેરીકા અને ઇરાન વચ્ચે ભીસાંતુ ઈરાક અંગે સમીક્ષા

લાંબા સમયથી ઇરાક, આંતરીક વિખવાદો અને બાહ્ય દરમ્યાનગીરીનો ભોગ બની રહ્યું છે. 2017માં ISISની હાર બાદ ઊભી આશાસ્પદ સ્થિતી બાદ પણ ઇરાકના લોકોની મુશ્કેલીઓ સમાપ્ત થઇ નથી મૂડીવાદ અને ભષ્ટ્રાચાર સામે પગલા લેવા અંગે ઇરાકી લોકોની અપેક્ષાઓ પૂરી કરવામાં  બગદાદ સરકાર ઉણી ઉતરતા આ સ્થિતી સર્જાઇ છે. વળી રાજકીય વર્ગોમાં સર્વસંમતિ ન સાધાવાને કારણે સરકારની રચના પણ અટવાઇ પડી અને શાસન લકવાગ્રસ્ત બની રહ્યું,

ઇરાન અને અમેરીકા દ્વારા રાજકીય અને લશ્કરી દરમ્યાનગીરીના કારણે આંતરિક વિખવાદો વધુ વકર્યા.

આના વિરોધમાં તથા જવાબદાર શાસન, સુવિધાઓમાં વધારો, મૂડીવાદ તથા ભષ્ટ્રાચારનો અંત અને બહારના લોકોના હસ્તક્ષેપનો અંત લાવવા જેવી માંગણીઓ સાથે ઇરાકી લોકોએ દેશભરમાં વિરોધ પ્રર્દશનો અને દેખાવો શરૂ કર્યા.

સુરક્ષા દળો અને કટાઇબ હીઝબુલ્લાહ જેવા ઇરાની સમર્થક લશ્કરી દળો દ્વારા કરાયેલી કાર્યવાહીમાં કેટલાક વિરોધીઓ માર્યા ગયા બાદ વિરોધ પ્રદર્શનો મોટી કટોકટીમાં ફેરવાયા. આ જૂથોએ, ઇરાકમાંથી અમેરીકી સેન્યો હટાવવાની માંગ સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શનો કર્યા

ડિસેમબર 2019માં, આ જૂથોએ અમેરીકી સૈન્ય દ્વારા ઉપયોગમાં લેવાતા કીર્કુક લશ્કરી છાવણી પર રોકેટ હુમલો કર્યો. જેમાં અમેરીકી લશ્કરી માટે કામ કરતા ઇરાકી ઠેકેદાર માર્યો ગયો. જવાબમાં અમેરીકી સૈન્ય દ્વારા ઇરાક અને સીરીયામાં કરાયેલા હુમલામાં કટાઇબ હિઝબુલ્લાહના કેટલાક નેતાઓ માર્યા ગયા અને શસ્ત્ર-સંરજામનો નાશ થયો.

આનાથી પરિસ્થિતી વધુ વણસી અને 31 ડિસેમ્બરે પોપ્યુલર મોબીલાઇઝેશન ફ્રન્ટે, બગદાદ ખાતેના અમેરીકી દુતાવાસ બહાર દેખાવો કર્યા. જેમાં કેટલાક દેખાવકારોએ દૂતાવાસની બિલ્ડિંગમાં પ્રવેશવાનો પ્રયોસ કર્યો. બીજી- જાન્યુઆરીએ અમેરીકાએ બગદાદ હવાઇમથક નજીક કરેલા હુમલામાં કતાઇબ હીઝબુલ્લાહનો વડો તથા ક્વાડ દળના નેતા કસેમ સુલેમાની માર્યા ગયા.

આના કારણે અમેરીકા અને ઇરાન વચ્ચે યુધ્ધની પરિસ્થિતી સર્જાઇ જો એમ બન્યુ હોત નો આ લ઼ડાઇમાં ઇરાન પડી ભાંગ્યુ હોત

જોકે ઇરાન અને અમેરીકાએ પરિસ્થિતી વધુ ન વણસે તેવા પગલા લેવાનુ નક્કી કર્યુ પણ અમેરીકા દ્વારા ઉપયોગમાં લેવાતી લશ્કરી છાવણી પર ઇરાને કરલા હવાઇ હુમાલાથી પરિસ્થિતી વધુ તંગ બની,

કીતાઇલ હીઝબુલ્લ્હાહએ અમેરીકા દ્વારા ઉપયોગમાં લેવાતી બગદાદની છાવણી પર કરેલા હુમલામાં  બે અમેરીકી અને એક બ્રીટીશ જવાન માર્યા ગયા તથા ઘણા ઈજાગ્રસ્ત બન્યા જવાબમાં. અમેરીકાએ કાતાઇબ હીઝબુલ્લાહના શસ્ત્ર ભંડોરો ધરાવતી છાવણીઓ પર હુમલા કર્યા.

નિષ્ણાંતોનુ માનવું છે કે, આ ઇરાન અને ઇરાકમાં  રહેલા અમેરીકી દળો વચ્ચે પ્રોક્સી યુધ્ધની આ શરૂઆત છે. અને એમાં કોઇ શંકા નથી કે અમેરીકા-ઇરાક વચ્ચે સ્થિતી વધુ વર્ણાશે તો ઇરાક અને તેના લોકોએ ઘણુ સહન કરવુ પડશે.

ભારતે કોઇપણ પરિસ્થિતીમાં દરેક પક્ષે, શાંતિ જાળવવાની તથા પરિસ્થિતી વધુ ન વર્ણશે તેવા પ્રયોસોની હિમાયત કરી છે. ભારત માટે ઇરાકમાં શાંતિ, સ્થિરતા અને પુનાઃનિર્માણ સૌથી મહત્વપૂર્ણ છે. ભારત-ઇરાક વચ્ચેના સબંધો અને ઇરાકી લોકોના ભવિષ્ય માટે ભારત ત્યાં સ્થિતી સામાન્ય બને તેમ ઇચ્ચે છે સુલેમાનીની હત્યા બાદ વધેલા તણાવ વખતે ભારતે પ્રાદેશિક સ્થિરતાને આવશ્યક ગણાવી પરિસ્થિતી નિયત્રંણમાં રાખવા વિનંતી કરી હતી.

અમેરીકા ઇરાન વચ્ચે તંગદિલીના કારણે ઇરાકનું ભવિષ્ય ડામાડોળ બન્યુ છે બે હરીફોની લડતનું પરીણામ ઈરાક ભોગવી રહ્યું છે. ઈરાકી નેતાઓએ સ્થાનિક સૈન્યને પરિસ્થિતી વધુ તંગદિલ બનાવતા રોકાવા જોઇએ અને બાહ્ય સત્તાઓનું પ્યાદુ બન્યા વગર ઇરાક અને અખાતી વિસ્તારોમાં શાંતિ,સ્થિરતા અને સુરક્ષા સ્થાપવા પ્રયોસો કરવા જોઇએ.

લેખક – ડૉ.મોહ્મ્દ ક્યુમાર