પ્રધાનમંત્રીએ કહ્યું, ભારત સુધારા – રજૂઆત અને પરિવર્તન માટે તૈયાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ માધ્યમથી ઇન્ડિયા ગ્લોબલ વીક-2020ને સંબોધન કર્યું. વિશેષ રાજકીય પ્રતિનિધિઓમાં બ્રીટીશ વિદેશસચિવ ડોમિનિક રબ્બ અને બ્રીટીશ ગૃહ સચિવ પ્રીતિ પટેલ ઉપરાંત ઉદ્યોગ સાહસિકો અને જુદા જુદા ક્ષેત્રના લોકોએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમના આયોજન માટે ઇન્ડિયા ઇન્ક ગ્રૂપની પ્રશંસા કરી. શ્રી મોદીએ કહ્યું કે, આવા કાર્યક્રમો ભારતના દર્શકોને વૈશ્વિક તકો ઉપલબ્ધ કરાવવામાં મદદરૂપ બને છે. તેમણે ભારત અને બ્રિટન વચ્ચેના સંબંધોની પ્રશંસા કરી અને ભારત અને બ્રિટન વચ્ચેની કડી વધુ મજબૂત બની હોવાનું જણાવ્યું. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ સમયમાં પુનઃ જીવન વિશેની વાત કરવી સ્વાભાવિક છે અને વૈશ્વિક પુનરૂત્થાન અને ભારતનું એ સાથે જોડાવું પણ એટલું જ સ્વાભાવિક છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક પુનરૂત્થાનમાં ભારતનું મહત્વપૂર્ણ ભૂમિકા અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, વિશ્વએ ભારતની પ્રતિભા શક્તિનો પરિચય કર્યો છે. 

ભારતીય વ્યાવસાયિકો, ડોક્ટરો, નર્સો, બેંકરો, વકીલો, અધ્યાપકો, વૈજ્ઞાનિકો અને આપણા મહેનતુ શ્રમજીવીઓએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ભારતીય ટેકનોલોજી ઉદ્યોગને કે ટેકનોલોજી વ્યાવસાયિકોને કોઈ જ ભૂલી ના શકે. ભારતના સુધારા અને નવીનીકરણની ક્ષમતા અદ્ભૂત છે. ભારતીયો સ્વાભાવિક સુધારકો છે. ઇતિહાસ કહ8 છે કે, ભારત દરેક પડકારનો સામનો કરી જીત્યું છે. ભલે પછી તે સામાજિક હોય કે, આર્થિક સુધારા હોય. ભારતે આ તમામ સુધારા અને નવીનીકરણ જોશપૂર્વક કર્યા છે અને એ જ જોશ હજુ ચાલુ જ છે. તેમ પ્રધાનમંત્રીએ જણાવ્યું. 

ભારત દેશ વૈશ્વિક મહામારી સામે પણ હિંમતપૂર્વક લડી રહ્યો છે લોકોના આરોગ્ય પર ધ્યાન કેન્દ્રીત કરતા, આરોગ્ય સાથે અર્થતંત્ર પર પણ સમાન લક્ષ્ય કેન્દ્રીત કર્યું છે. 

શ્રી મોદીએ કહ્યું કે, ભારત જ્યારે પુનરૂત્થાનની વાત કરે છે ત્યારે તે કાળજીનું પુનઃ જીવન, કરુણાનું પુનઃજીવન છે, જે પુનરૂત્થાન પર્યાવરણ અને અર્થતંત્ર બને માટે ટકાઉ છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે, છેલ્લા છ વર્ષમાં ભારતે ઘણી સિદ્ધિ મેળવી છે. આર્થિક ક્ષેત્રે, આવાસ અને બાંધકા ક્ષેત્રે નવા આયામ, વેપારની સરળતા, જીએસટી સહિતના અગત્યના કર સુધારા, વિશ્વની સૌથી મોટી આરોગ્ય સંભાળ યોજના આયુષ્માન ભારત, જેવા ક્ષેત્રે વ્યાપક કામગીરી થઈ છે. આ બધી જ સિદ્ધિઓએ વિકાસની મજબૂત ઇમારતનો પાયો નાંખ્યો છે. 

આર્થિક સુધારણા ક્ષેત્રે ભારત અગાઉથી જ તૈયાર છે. આ વૈશ્વિક રોગચાળાના સમયે ભારતની સરકાર લોકોને રાહત આપતાં કેટલાંક માળખાકીય સુધારા પણ કર્યા છે. સરકાર અર્થવ્યવસ્થાને વધુ સારી કરવા, મૂડીરોકાણ માટે આકર્ષિત કરવા, અને સ્પર્ધાત્મક બનાવવા પ્રયાસ કરી રહી છે. 

સરકારનું રાહત પેકેજ ખૂબ જ સરસ છે જે સૌથી વધુ ગરીબ લોકોને સહાય આપવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે ટેકનોલોજીનો આભાર માનતા કહ્યું હતું કે, બધા જ લાભાર્થીઓને ટેકનોલોજીના કારણે સીધી સહાય પ્રાપ્ત થાય છે. 

જેમાં નિઃશૂલ્ક રાંધણગેસ, બેન્ક ખાતાઓમાં રોકડ સહાય, લાખો લોકોને મફત અનાજ ઉપરાંત અન્ય ઘણી ચીજ વસ્તુઓ, આપવામાં આવી છે. ભારતમાં જેવો અનલોક-1નો પ્રારંભ થયો કે, તરત જ કેન્દ્ર સરકાર દ્વારા, લાખો શ્રમજીવીઓને રોજગારી ઉપલબ્ધ થાય તે હેતુથી વિશ્વનો સૌથી મોટો જાહેર કામનો કાર્યક્રમ શરૂ કર્યો. આ કાર્યક્રમથી માત્ર ગ્રામીણ અર્થવ્યવસ્થા પુનઃ જીવિત થશે તેવું નથી. પરંતુ ટકાઉ માળખાગત ગ્રામીણ વિકાસમાં પણ તે મદદરૂપ બનશે.

​ભારત વિશ્વની સૌથી ખુલ્લી અર્થવ્યવસ્થામાંથી એક છે. પ્રધાનમંત્રીએ કહ્યું, કે  સરકારે તમામ વૈશ્વિક કંપનીઓને ભારતમાં આવવા માટે રેડ કાર્પેટ બિછાવ્યું છે. વિશ્વના બહુ જ ઓછા દેશો ભારત જે પ્રકારની તકો આપી રહ્યું છે તેવી તકો આપી શકશે.  ભારતના વિવિધ ઉભરતા ક્ષેત્રો ઘણી શક્યતાઓ અને તકો આપે છે. કૃષિ ક્ષેત્રમાં અમારા સુધારા;  સંગ્રહ અને લોજિસ્ટિક્સમાં રોકાણ કરવાની ખૂબ જ આકર્ષક તક પૂરી પાડે છે. ભારતે રોકાણકારોને દેશના ખેડૂતોની મહેનતમાં સીધી રોકાણ કરવા દ્વાર ખોલ્યા છે. 

પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે કે, સૂક્ષ્મ,લઘુ અને મધ્યમ ઉદ્યોગોમાં ઘણા સુધારા થયા છે. દેશના સંરક્ષણ ક્ષેત્રે પણ રોકાણની કેટલીક તકો છે. સીધી વિદેશી રોકાણના નિયમો સરળ થવાથી વિશ્વની સૌથી મોટી સેનામાંથી એક ભારતીય સેના વિદેશી કંપનીઓને રોકાણ કરવા નિમંત્રિત કરશે. ભારતનું ટેકનૉલોજિ અને સ્ટાર્ટ અપ ક્ષેત્ર પણ ખૂબ જ ગતિશીલ છે. ભારત ડિજિટલી સક્ષમ એવા કરોડો લોકોનો એક મોટો બજાર છે.   

શ્રી મોદીએ કહ્યું કે, આ મહામારીએ ફરી એ બતાવ્યું છે કે ભારતનું દવા ક્ષેત્ર એ ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે એક મોટી સંપત્તિ છે . ભારતમાં બનેલી રસી દ્વારા વિશ્વના બે તૃતીયાંશ બાળકોનું રસીકરણ કરવામાં આવે છે. હાલ આપણી કંપનીઓ કોવિડ 19 રસીના વિકાસ અને ઉત્પાદન માટેના આંતરરાષ્ટ્રીય પ્રયાસોમાં સક્રિય છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે 130 કરોડ ભારતીયોને તેમણે આત્મનિર્ભર ભારતની હાંકલ કરી છે. આત્મનિર્ભર ભારતમાં સ્થાનિક ઉત્પાદન અને વૈશ્વિક પુરવઠાની સાંકળ બંનેનો સમાવેશ થાય છે જેમાં આત્મનિર્ભર બનવું અને સ્વયં ઉત્પાદન કરવું એવી બંને વસ્તુ અપેક્ષિત છે. ભારત એવી નીતિ અપનાવશે જેથી દેશમાં કાર્યક્ષમતા, સમાનતાને પ્રોત્સાહન મળશે. 

વૈશ્વિક સુખશાંતિ અને સમૃદ્ધિ માટે ભારત બદધુ કરવા તૈયાર છે. આ એવા ભારતની વાત છે જે સુધારણા, પ્રદર્શન અને પરિવર્તન લાવી રહ્યું છે.આ એવો ભારત છે જે આર્થિક તકો આપે છે. આ એવો ભારત છે જે વિકાસ માટે માનવ કેંદ્રી અને સમાવિષ્ટ અભિગમ અપનાવી રહ્યું છે. 

લેખક : કૌશિક રોય

રૂપલ જાની, અપર્ણા ખુંટ