ભારત – સિંગાપોરના સંબંધો નવી ઉંચાઇએ- અંગે સમીક્ષા

સીંગાપોરમા; ગત અઠવાડીયે થયેલી સામાન્ય ચુંટણીમાં જીત મેળવી પીપલ્સ એકશન પાર્ટી – પીએપી સત્તાધારી પક્ષ અને પ્રધાનમંત્રી લી સીન લુંગ ફરીથી સત્તા પર આવ્યા છે. ચુંટણીમાં કુલ ૯૬ ટકા મતદાન થયું હતું. પીએપી પક્ષે ૯૩ માંથી ૮૩ બેઠકો પર વિજય મેળવ્યો હતો. બાકીની ૧૦ બેઠકો વિરોધપક્ષ વર્કસ – પક્ષના ફાળે ગઇ હતી. ૧૯૫૯ માં સત્તા પર આવ્યા બાદ પીએપી નો આ સળંગ ૧પ મો વિજય છે. સીગાપોરમાં ચુંટણીઓ માટે ફસ્ટ પસ્ટ ધ પોસ્ટ ચુંટણી પધ્ધતિ અનુસરવામાં આવે છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચુંટણીમાં જીત બદલ સીંગાપોરના પ્રધાનમંત્રી લી સીન લુંગને અભિનંદન પાઠવ્યા હતા. સીંગાપોર ચુંટણીના પરીણામો થી ભારત સીંગાપુર જોડાણો વધુ સખત અને સઘન બનશે. ભારતના તથા સીંગાપોરના પ્રધાનમંત્રીના વડપણ હેઠળ બંને દેશોના સંબંધ વધુ ઉંડા બન્યા છે. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા સ્વ. લી કુન યે ની પ્રશંસા કરી છે. શ્રી એ સીંગાપોરના સ્થાપક પિતા કહી શકાય. તેઓ ૧૯પ૯ થી ૧૯૯૦ સુધધી સીંગાપોરના નિર્માણમાં તેમનું મહત્વપુર્ણ યોગદાન છે. પ્રધાનમંત્રી મોદીએ ર૦૧પ માં શ્રી યુના અંતીમ સંસ્કારમાં હાજરી આપી હતી. શ્રી મોદીએ તેમને શ્રધ્ધાંજલી પાઠવતા જણાવ્યું હતું કે શ્રી યુ દુરદંશી ધરાવતા રાજનીતીક હતા. તેમના જીવનમાંથી સૌ કોઇને મુલ્યવાન શીખ મળે છે. તેમના નિધનના સમાચાર અત્યંત શોકજનક છે.

શ્રી યુ હંમેશા ારતના પ્રશંસક રહયા હતા અને આસીયાન વિસ્તારમાં ભારતની ભૂમિકાના હીમાયતી હતા. તેઓ ભારતની સભ્યતાની ભુમિકા અને આ વિસ્તાર સાથે પ્રાચીન જોડાણોના પ્રશંશક હતા અને માનતા હતા કે બદલાઇ રહેલા એશિયાઇ ડાયનેમીકસમાં ભારતની ભૂમીકા મહત્વપુર્ણ છે.

સિંગાપોર ભારત માટે એક મહત્વનો ભાગીદાર છે. 2018 માં શંગ્રી લા મંત્રણા દરમ્યાન તેમના ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સિંગાપોર આસિયાન સંગઠનમાં ભારતનો એક મજબૂત ભાગીદાર છે જે દાયકાઓથી ભારતનું પૂર્વ તરફનું પ્રવેશદ્વાર તરીકે ગણાતું હતું. આ વખતે પહેલી વાર ભારતે તેની ભારત-પેસિફિક નીતિની સત્તાવાર જાહેરત કરી હતી જેમાં આસિયાનને કેન્દ્રમાં રાખવામાં આવ્યું હતું.

2020 માં ભારત અને સિંગાપોર વચ્ચેના રાજદ્વારી સંબંધોને 55 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. ભારતની લૂક ઈસ્ટ નીતિના અમલથી જ ભારત અને સિંગાપોર વચ્ચેના સંબંધો સૌહાર્દ અને સહકાર પૂર્ણ રહ્યા છે. ભારત અને સિંગાપોર વર્ષ 2015 થી વ્યૂહાત્મક ભાગીદાર છે અને સિંગપોર એ ભારતનો સંરક્ષણ ક્ષેત્રનો પણ મહત્વનો ભાગીદાર છે. બંને દેશોએ તેમની નૌસેનાઑ વચ્ચે દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવા અને લોજિસ્ટિક્સ અને સેવાઑમાં સહકાર અને સંકલન વધારવા એક ઐતિહાસિક કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા.

આસિયાન દેશોમાં સિંગાપોર હંમેશાં ભારતની પ્રાદેશિક અને વ્યાપક વિદેશ નીતીમાં નોંધપાત્ર સ્થાન થરાવે છે. વર્ષ 2014ના ઓગસ્ટ માસમાં તત્કાલીન વિદેશમંત્રી સુશ્રી સુષ્મા સ્વરાજે સિંગાપોરની મુલાકાત લીધી હતી. અને પાંચ એસની ફોર્મ્યુલા પર ધ્યાન કેન્દ્રીત કરવા સહમતિ દર્શાવી હતી, જેમાં સ્કેલઅપ ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે વ્યાપાર અને મૂડીરોકાણનું વિસ્તરણ, સ્પીડ અપ કનેક્ટીવીટી એટલે કે સંપર્કને ઝડપી બનાવવો, સ્માર્ટ સીટીઝ એટલે કે અદ્યતન નગરો, સ્ટેટ ફોકસ એટલે કે રાજ્યો પર ધ્યાન કેન્દ્રીત કરવું અને સ્કીલ ડેવલપમેન્ટ એટલે કે, કૌશલ્ય વિકાસનો સમાવેશ થાય છે.

ડબલ ટેક્સેશન એવીડન્સ એગ્રીમેન્ટ – ડીડીએએમાં વર્ષ 2004માં સુધારાના હસ્તાક્ષર સાથે સિંગાપોર, ભારતમાં એક મહત્વપૂર્ણ મૂડીરોકાણના સ્ત્રોત તરીકે અને નાણાંકીય વર્ષ 2019-2020માં ભારતમાં મોટા વિદેશી મૂડીરોકાણકર્તા  તરીકે ઉભરી આવેલ છે. જો ટકાવારીનું વાત કરીએ તો ભારતમાં સિંગાપોરનું યોગદાન કુલ વિદેશી મૂડીરોકાણના 30 ટકા જેટલું છે.

ભારત અને સિંગાપોરના સંબંધો કોઈપણ પ્રાદેશિક શત્રુતાથી પર છે, અને પોતાનો સ્વતંત્ર માર્ગ ચાતરે છે. આ વાસ્તવિકતાના કારણે ઘણા ક્ષેત્રે બંને દેશો એકબીજાને ઇચ્છિત સહયોગ આપે છે. બંને દેશો વચ્ચે બહુ પરિમાણીય સંબંધો છે. ભારત અને સિંગાપોરના નેતૃત્વ દ્વ્રારા એકબીજાના દેશોમાં થતી વારંવારની મુલાકાતોના કારણે સંબંધોમાં દૃઢતા આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2015 અને 2018માં સિંગાપોરની મુલાકાત લીધી હતી તો સિંગાપોરના પ્રધાનમંત્રી લીએ 2016માં તેમજ જાન્યુઆરી-2018માં ભારત-આસિયાન શિખર સંમેલનમાં ભારતની સત્તાવાર મુલાકાત લીધી હતી.

એશિયા-પેસિફિક આર્થિક સહયોગ જેવા બહુપક્ષીય ક્ષેત્રે સિંગાપોર, ભારતની ઉમેદવારીનું સમર્થન કરે છે તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં કાયમી સદસ્યતા માટે પણ ભારતના દાવાનું સમર્થન કરે છે. સિંગાપોર ભારત પ્રેરિત હિંદ મહાસાગર નૌકાદળ પરિસંવાદમાં સક્રિય ભાગીદાર છે.

સિંગાપોરના પ્રધાનમંત્રી લીના નેતૃત્વ હેઠળની પીએપી પાર્ટીની ચૂંટણીમાં જીત સાથે જ ભારત અને સિંગાપોરના સંબંધો સતત વિકસી રહ્યા છે, જે વ્યૂહાત્મક, આર્થિક અને લોકો-લોકો વચ્ચેના સંબંધોને હજુ વધુ મજબૂત બનાવશે.

લેખક : સના હાશમી, વ્યૂહાત્મક વિશ્લેષક