દોહા ખાતેની અફઘાનિસ્તાનના  આંતરિક પક્ષોની મંત્રણા

ઘણા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે અફઘાનિસ્તાન સરકાર અને તાલિબાનો વચ્ચે મંત્રણા ગઇ 12મી તારીખથી દોહામાં શરૂ થઈ છે. આ મંત્રણાઓ અગાઉ ગયા માર્ચ યોજાવાની હતી પરંતુ, કેટલાંક કેદીઓને મુક્ત કરવાની બાબતે અસંહમતિને લીધે શરૂ થઈ શકી ન હતી. તાલિબાનોએ અફઘાન સરકાર સાથે વાટાઘાટો શરૂ કરવા પોતાના સાથીદારોને મુક્ત કરવાની શરત મુકી હતી. અમેરિકાના સૈનિકોને પાછા બોલાવી લેવા અમેરિકા અને તાલિબાનો વચ્ચે થયેલી ગુપ્ત વાટાઘાટોમાં કેદીઓની મુક્તિની સમજૂતી થઈ હતી. તાલિબાનો અફઘાનિસ્તાનની વિવિધ જેલોમાં બંધ પાંચ હજાર જેટલાં કેદીઓને મુક્ત કરાવવા માંગે છે. જોકે, ત્યાંની અશરફ ગની સરકારે વાટાઘાટો શરૂ કરવા હિંસા ઘટાડવાની શરત મુકી હતી. અમેરિકાના દબાણના લીધે અફઘાન સરકારને વાટાઘાટો વહેંલામાં વહેલી તકે શરૂ કરવાની ફરજ પડી છે. તાલિબાનો પોતાની શરતો વધુ મજબૂતાઈથી મુકી શકે તે માટે વધુ વિસ્તારો કબ્જે કરવાની પ્રયત્નો કરી રહ્યા હોવા છતાં અને હિંસામાં ઘટાડો નહીં થઈ હોવા છતાં અફઘાન સરકારને વાટાઘાટો શરૂ કરવાની ફરજ પડી છે. 

તાલિબાનોના પ્રતિનિધિન મંડળની આગેવાની અગાઉની ઇસ્લામિક અમિરાતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ શેખ અબ્દુલ હકીમ કરી રહ્યા છે. તાલિબાન પક્ષે સમિતિના અન્ય જાણીતા સભ્યોમાં અબ્બાસ સ્ટેનિકઝાઈ અને અનસ હક્કાનીનો સમાવેશ થાય છે. સામે પક્ષે અફઘાન સરકાર તરફથી હનીફ આત્મર અને રાષ્ટ્રપતિની ચૂંટણીઓના ભૂતપૂર્વ ઉમેદવાર તેમજ રાષ્ટ્રીય સમાધાન માટેની અફઘાનિસ્તાનની ઉચ્ચ સમિતિના અધ્યક્ષ અબ્દુલ્લા અબ્દુલ્લાનો સમાવેશ થાય છે. 

ગયા ફેબ્રુઆરી માસમાં અમેરિકા અને તાલિબાનો વચ્ચે થયેલી સમજૂતીના ભાગ તરીકે વાટાઘાટો માટે આ પ્રથમ અપચારિક બેઠક યોજાઈ છે. તાલિબાનો અને અફઘાન સરકારના પ્રતિનિધિઓ વચ્ચે અગાઉ 2019ના રશિયાના મોસ્કોમાં વાટાઘાટો થઈ હતી. અફઘાન સરકારે તાલિબાનો સાથેની વાટાઘાટોમાં હંમેશાં ખુલ્લુ દિલ રાખ્યું છે અને અફઘાનિસ્તાનની આંતરિક શાંતિની મંત્રણાની તરફેણ કરી છે. પરંતુ, તાલિબાનો તેનો અસ્વિકાર કરી રહ્યા છે. અને માત્ર અમેરિકા સાથે જ મંત્રણાઓ કરવાની ઈચ્છા બતાવી છે. તાલિબાનો હંમેશાં હિંસા કરી શકવાની તેમની ક્ષમતા દર્શાવી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા તેમને મહત્વના પક્ષ તરીકે માન્યતા નહીં આપવાનો વળતર માંગી રહ્યા છે. જોકે, આંતરરાષ્ટ્રીય વિષ્ટિકારો અને પાકિસ્તાન સહિત કેટલાય દેશો દ્વારા હિમાયત પછી આ મંત્રણાઓ શક્ય બની છે. પાકિસ્તાન હંમેશાં તાલિબાનોને પોષતુ આવ્યું છે. 

અફઘાનિસ્તાન સરકારનો આગ્રહ મહિલાઓના સશક્તિકરણ અને શિક્ષણને લગતાં પ્રગતિશીલ કાયદાઓને બચાવવાનો છે. જોકે, વાટાઘાટો પછી ઇસ્લામિક અમિરાત સત્તા પર પાછી આવવા માટે માર્ગ ખુલ્લો થવાની શક્યતા છે. છતાં અફઘાનિસ્તાન સરકાર મંત્રણાઓમાં પ્રગતિ માટે યુદ્ધ વિરામની હિમાયત પણ કરી રહી છે. બીજી તરફ તાલિબાને અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક બંધારણ ફરી સ્થાપવાની માગ કરી રહ્યા છે. 

દોહામાં મંત્રણાઓ શરૂ કરતાં પહેલાં મુલ્લા બારાદારની આગેવાની હેઠળ તાલિબાનના એક પ્રતિનિધિમંડળે પાકિસ્તાનની મુલાકાત લીધી હતી અને પાકિસ્તાનના નેતાઓ સાથે અફઘાનિસ્તાનના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી.

આઈએસઆઈ વડાએ પણ આ બેઠકમાં ભાગ લીધો હતો. આ બાબત પાકિસ્તાનનો તાલીબાન પરનો પ્રભાવ દર્શાવે છે. જે ભારત માટે મુખ્ય ચિંતાનો વિષય છે. અહીં એ   નોંધવું રહ્યું કે, તાલીબાન શાસન દરમિયાન અફઘાનની ધરતી પરથી પાકિસ્તાન પ્રયોજી આતંકવાદનું ભારત હંમેશાં ભોગ બનતું રહ્યું હતું. જ્યારે ભારત નિષ્ઠાપૂર્વક અફઘાનિસ્તાનમાં વાતચીત સફળ રહે અને દેશમાં સ્થાયી શાંતિ માટે સતત વહેંચણી સોદો થાય તેવું ઇચ્છે છે. ભારત, અફઘાનિસ્તાનમાં અનેક વિકાસલક્ષી યોજનાનું નિર્માણ કરી રહ્યું છે. 

વિદેશમંત્રી ડો.એસ.જયશંકરે અફઘાનિસ્તાન માટે ભારતનું વલણ સ્પષ્ટપણે જણાવ્યું હતું. ઉદ્ઘાટન સત્રમાં ડો.જયશંકરે કહ્યું કે, ભારત અફઘાન આગેવાનીવાળી, અફઘાન-માલીકીની, અફઘાન-નિયંત્રણ, શાંતિ પ્રક્રિયા ઇચ્છે છે અને અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતાને તથા અફઘાનિસ્તાનમાં ઇસ્લામિક લોકશાહીની સ્થાપના માટેની પ્રક્રિયાને સન્માન આપે છે. અફઘાનિસ્તાનમાં લઘુમતી, મહિમા અને સમાજના નબળા વર્ગોના હિતોના સંરક્ષણ તથા આંતરિક અને પાડોશી દેશો સાથે હિંસાના મુદ્દાઓને અસરકારક રીતે ધ્યાને લેવાય છે. 

ડો.જયશંકરે દોહા પ્રક્રિયાની સફળતા માટે અફઘાનિસ્તાનનું રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાને સન્માન આપવાની જરૂર જણાવી હતી. શાંતિપૂર્ણ પરિવર્તનને તાકીદની જરૂરિયાત ગણાવી હતી. ભારત, શાંતિપૂર્ણ અફઘાનિસ્તાન જોવા ઇચ્છે છે. જેનાથી પ્રાદેશિક સુરક્ષા સુનિશ્ચિત થશે. 


ભરતભાઈ, નીકીતા શાહ, રમેશ પરમાર

લેખક : ડોક્ટર સ્મૃતિ એસ. પટનાયક,
દક્ષિણ એશિયાના વ્યૂહાત્મક વિશ્લેષક