ભારત અને મોરક્કોના સઘન બનતા સંબંધો અંગે સમીક્ષા

ભારત અને મોરક્કોના સંબંધો 14મી સદીથી સ્થપાયા હતા. તે સમયમાં જાણીતા પ્રવાસી અને લેખક ઇબ્ન બુતાતાએ ભારતની મુલાકાત લીધી હતી. તાજેતરમાં ઇતિહાસની વાત કરીએ તો ભારતે શરૂઆતથી જ રાષ્ટ્રસંઘમાં મોરક્કોની આઝાદીની લડતને સમર્થન આપ્યું હતું. 

એટલું જ નહીં પણ 20મી જૂન 1956માં મોરક્કો આઝાદ થયું ત્યારે ભારતે તેને માન્યતા પણ આપી હતી. 

વર્ષ 1957થી ભારત અને મોરક્કો વચ્ચે રાજદ્વારી સંબંધો સ્થપાયા હતા. છેલ્લા કેટલાય વર્ષોથી ભારત અને મોરક્કો વચ્ચેના સંબંધો સૌહાર્દવાળા, અને મિત્રતાપૂર્ણ રહ્યા છે. એટલું જ નહીં પણ દ્વિપક્ષીય સંબંધો વધુ વિકસતા રહ્યા છે. 

વર્ષ 1967માં ભારતના તે વખતના ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકીર હુસેને મોરક્કોની મુલાકાત લીધી હતી. 

રાજા મહંમદ છઠ્ઠાએ વર્ષ 1983માં તેઓ ક્રાઉન પ્રિન્સ હતા, ત્યારે ભારતમાં યોજાયેલ બિન જોડાણવાદી દેશોના સંગઠન નામની તે વર્ષે યોજાયેલી શિખર બેઠકમાં હાજરી આપી હતી. 

ત્યારબાદ મોરક્કોના રાજા બન્યા બાદ પણ વર્ષ 2001 અને 2005માં તેમણે ભારતની મુલાકાત લીધી હતી. 

રાજા મહંમદે 25 ઓક્ટોબરથી ચોથી નવેમ્બર 2015 દરમિયાન દિલ્હીમાં યોજાયેલી ત્રીજી ભારત  – આફ્રિકા  મંચની શિખર બેઠકમાં પણ હાજરી આપી હતી. 

ભૂતપૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીએ વર્ષ 1999માં મોરક્કોની મુલાકાત લીધી હતી. 

વિદેશમંત્રી એસ.જયશંકરે મોરક્કોના વિદેશમંત્રી નસર બૌરીતા સાથે વીડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી વાતચીત કરી છે. વર્ષ 2015માં મોરક્કોના રાજા મહંમદે દિલ્હીમાં યોજાયેલી ભારત – આફ્રિકા મંચની બેઠકમાં ભાગ લીધા પછી બંને દેશોના સંબંધો વધુ મજબૂત બન્યા છે, તે અંગે બંને દેશોના વિદેશમંત્રીઓએ સંમતિ આપી. 

ભારત અને મોરક્કો વચ્ચે મંત્રીસ્તરની 23 જેટલી મુલાકાતો યોજાઈ છે. અને આઈટી, શિક્ષણ, સંસ્કૃતિ, કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં 40 જેટલા સમજૂતી કરાર સંપન્ન થયા છે. 

વિદેશમંત્રી જયશંકરે, મોરક્કોના રાજા મહંમદના નેતૃત્વ હેઠળ મોરક્કોએ આર્થિક ક્ષેત્રે કરેલી પ્રગતિની પ્રશંસા કરી હતી. 

બંને વિદેશમંત્રીઓએ, ભારત અને મોરક્કોએ વેપાર, ખાતર, દવાઉદ્યોગ, વાહન જેવા ક્ષેત્રોમાં સાધેલી પ્રગતિની સમીક્ષા કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો. 

છેલ્લા બે વર્ષોમાં ભારત અને મોરક્કો વચ્ચે સાયબર સિક્યુરિટી , આંતકવાદનો સામનો કરવા તથા અવકાશ ક્ષેત્રે સધાયેલી નવી સમજૂતીઓના લીધે, ભારત અને મોરક્કો વચ્ચેના સર્વગ્રાહી મૈત્રીપૂર્ણ સંબંધોને નવું બળ મળ્યું છે, એ અંગે બંને દેશોના વિદેશમંત્રીઓએ સહમતી વ્યક્ત કરી હતી. 

બંને મંત્રીઓ સંરક્ષણ તથા સાંસ્કૃતિક આદાન પ્રદાન ક્ષેત્રે ઝડપથી સમજૂતી સ્થાપવા સહમત થયા હતા. 

બંને પક્ષોએ કોવિડ રોગચાળાની પરિસ્થિતિના લીધે ઊભા થયેલા પડકારોનો સાથે મળીને સામનો કરવા બાબતે વિચારણા કરી હતી. 

કોવિડના લીધે અચાનક લોકડાઉન અમલમાં મૂકાતા અને આંતરરાષ્ટ્રીય વિમાન ઉડૃયનો રદ થતાં મોરકકોમાં અટવાયેલા ભારતીયોને સ્વદેશ પાછા ફરવામાં મોરકકોના રાજાએ ભારતને આપેલા સહકાર માટે શ્રી એસ.જયશંકરે અભારની લાગણી વ્યકત કરી.

બંને દેશોના વિદેશ મંત્રીઓએ રાષ્ટ્રસંઘમાં સુધારા, આંતરરાષ્ટ્રીય સ્તરે ત્રાસવાદનો સાથે મળીને સામનો કરવો આબોહવામાં પરીવર્તન જેવા મુદૃાઓ અંગે સર્વગ્રાહી ચર્ચા કરી હતી. 

મોરકકોના વિદેશમંત્રી બૌરીતાએ લીબીયામાં ઉભી થયેલી વિગ્રહની પરિસ્થિતી અંગે શ્રી જયશંકરને માહિતી આપી હતી. શ્રી જયશંકરે પણ લીબીયાના મુદેૃ મોરકકોએ અપનાવેલા રચનાત્મક વલણ તથા રાષ્ટ્રસંઘમાં લીબીયા વિવાદ અંગે શાંતીપુર્ણ ઉકેલ શોકવામાં મોરકકોએ ભજવેલી ભૂમિકાની પ્રશંસા કરી હતી.

સંયુકત રાષ્ટ્રસંઘની સલામતી પરીષદમાં બિન કાયમી પદ ઉપર વર્ષ ર૦ર૧-રર માટે ભારતની પસંદગી થઇ એ અંગે મોરકકોએ હર્ષની લાગણી વ્યકત કરી.

રાષ્ટ્રસંઘ સહિત વિવિધ આંતરરાષ્ટ્રીય મંચો ઉપર ભારત અને મોરકકો વચ્ચે રહેલા સંકલન અને સહકાર બાબતે બંને દેશોના વિદેશ મંત્રીઓએ સંતોષની લાગણી વ્યકત કરી.

રાષ્ટ્રસંઘના મહામંત્રીએ સહારા મુદૃા અંગે વાસ્તવીક, લાંબાગાળા માટેના તથા પરસ્પર સંમતી હોય તેવો ઉકેલ મેળવવા શરૂ કરેલા પ્રયાસો તથા આ મુદેૃ મોરકકોએ અપનાવેલા રચનાત્મક વલણને વિદેશમંત્રી એસ.જયશંકરે સમર્થન આપ્યું હતું.

તેમણે કોવીડ પછી પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ શ્રી બૌરીતાને ભારતની મુલાકાતે આવવાનું આમંત્રણ આપ્યું હતું.

લેખક આકાશવાણીના વિશ્લેષક, પદ્મસિંહ

  • શ્રીરંગ તેડુંલકર – રમેશ પરમાર – મુકેશ પરમાર