ભારતના, સયુંક્ત આરબ અમીરાત સાથેના મજબૂત બની રહેલા સંબંધો અંગે સમીક્ષા  

કોવિડ રોગચાળા પછીની નવી પરિસ્થીતીની સામાન્ય કામગીરીના ભાગરૂપે, વિદેશમંત્રી એસ. જયશંકરે ગયા સપ્તાહમાં સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લીધી હતી.

વિદેશમંત્રી એસ. જયશંકરે અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મહંમદ બીન્ ઝાયેદ અલ નહયાન સાથે વાતચીત કરી હતી. ત્યારે ભારતના આમીરાત સાથેના સંબંધો સધન થઈ રહ્યાનો પરિચય થયો હતો.

ભારતે કોવિડની સ્થિતિમાં, અમીરતમાં વસતા ભારતીયોના જીવન-રક્ષણ માટે કરાયેલા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

બંને આગેવાનોએ, પ્રાદેશિક તથા સમગ્ર વિશ્વના ઘણી મહત્વની તથા પરસ્પર હિતકારક એવી બાબતો અંગે ચર્ચા વિચારણ કરી હતી.

બંન્ને અગ્રણીઓએ ભારત અને યુએઈ વચ્ચેના વેપાર, મૂડીરોકાણ સહિત વિવિધ ક્ષેત્રની સર્વગ્રાહી વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરી હતી.

બંને આગેવાનોએ, વિવિધ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય ધટનાઓ અંગે  વધુ સંકલન સાધવાનો નિર્ણય લીધો હતો.

ગયા વર્ષે વિદેશમંત્રી તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ એસ. જયશંકરની, યુએઈની આ પહેલી મુલાકાત છે કોવિડના  લીધે ઉભી થયેલી પરિસ્થીતીમાં વિદેશયાત્રાઓ ધીરે- ધીરે બંધ થઈ હતી. 

ગત સપ્ટેંમ્બરમાં વિદેશમંત્રી એસ. જયશંકરે રશિયા અને જાપાનની મુલાકાત લીધી.

લોકડાઉનના સમયમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને વિદેશમંત્રી એસ. જયશંકરે, યુએઈના નેતાઓ સાથે કોવિડને લગતાં રાહતકર્યો બાબતે ચર્ચા કરી હતી.

ગત પંદરમી ઓગસ્ટે અમીરાત તથા ઈઝરાયેલના રાજદ્રારી સંબંધો સામાન્ય બન્યા, એ અંગે યુએઈના વિદેશમંત્રી અબ્દુલ્લાહ- બીન- ઝાયેદ- સુલતાન –અલ- નહયાને, આપણાં વિદેશમંત્રી એસ. જયશંકરને   આ માહિતી આપી હતી.

શ્રી એસ. જયશંકરે વિડિયોના માધ્યમથી આમીરાતમાં રહેતા ભારતીયો સાથે સંવાદ કર્યો હતો.

અખાતી દેશોમાં કામકાજ માટે ગયેલાં ભારતીયો સામે અનિશ્ચિતાના વાદળો ધેરાયા છે,ત્યારે શ્રી એસ. જયશંકરે, ત્યાંના ભારતીય સાથે કરેલી વાતચીત આગવું મહત્વ ધારણ કરે છે.

 શ્રી જયંશંકરે કોવિડ પછીની સ્થિતીમાં નોકરી ઉપર પૂર્વવત રીતે કામ શરૂ કરવા અંગે વાતચીત કરી હતી.

ગત પંદરમી સપ્ટેંમ્બર સુધીમાં વિદેશમાં રહેલા તેર લાખથી વધુ  ભારતીયો વંદે ભારત મીશન હેઠળ સ્વદેશ પાછા ફર્યા હતા, જેમાં ચાર લાખ , 57 હજારથી વધુ લોકો સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈથી પાછા ફર્યા હતા. 

ત્રીસ લાખથી વધુ ભારતીયો  યુએઈમાં રહે છે. વિદેશમાં રહીને કામ કરતાં ભારતીયોમાં યુએઈ ખાતેનાં ભારતીયોનો સમુદાય સૌથી વધુ ગણાવી શકાય.

કોવિડની રસીના મુદ્દે પ્રગતી થઈ રહી છે, ત્યારે ભારત પણ અખાતી દેશોમાંથી પાછા ફરેલા ભારતીયોને તેમના કામકાજના સ્થળે- વિદેશમાં મોકલવા સહિતનાં પગલાં ભરી રહ્યો છે.

કોવિડના લીધે ભારતમાંથી અખાતી દેશોમાં કામકાજ કરવા જનાર નવા ભારતીયોની સંખ્યા વધી નથી અને આ માટેની શરૂઆત યુએઈ દ્રારા કરી શકાય તેમ છે.

કોવિડનો સમય શરૂ થયો, તે પહેલાનાં સમયમાં ભારત અને અમીરાત વચ્ચે 59.9 અબજ અમેરીકી ડોલર જેટલો વેપાર થતો હતો. આ બાબત ધ્યાનમાં લેતા ભારત- આમીરાત વચ્ચેનો વેપાર જેટલી ઝડપે  સમાન્ય સ્તરે પહોંચશે, તેટલી મદદ ભારતનાં અર્થતંત્રને ફરી ગતિશીલ બનાવવામાં મળશે.

શ્રી જયશંકરની, યુએઈની મુલાકાત દરમ્યાન આ પૈકી કેટલાંક મુદ્દાઓ અંગે વાતચીત જરૂર થઈ હશે.

જો બીડેન અમેરીકામાં વિજય થતા, અમેરીકાની ઈરાન સહિત અખાતી દેશો સાથેના સંબંધો સામાન્ય બનવાની તકો ઉજળી બની છે.

 યેમનમાં સેનાની કામગીરીને ધારી સફળતા નહિં મળતા યુએઈ અમેરીકા પાસેથી F-35 પ્રકારના પચાસ વિમાનો ખરીદવાના પ્રયાસો કરી રહ્યું છે.

યુએઈના ઈઝરાયેલ સાથેના સંબંધો સામાન્ય બનતા, તથા અમેરીકામાં શ્રી ટ્રમ્પનો શ્રી બિડેન સામે પરાજય થતા, અમેરીકાના વિદેશ વિભાગે આશરે દસ અબજ અમેરીકી ડોલર જેટલા વિમાનોના સૂચીત સોદાને મંજુરી આપી હતી.

 ઈઝરાયેલ તથા યુએઈના સંબંધો સામાન્ય બનતા ભારત માટે પણ નવી તકો ઉભી થઈ છે.

શ્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા બાદ યુએઈ સાથેના રાજદ્રારી  સંબંધો ઉત્તરોઉત્તર મજબૂત બની રહ્યા છે. 

શ્રીરંગ

લેખક – જે.એન.યુ.ના પશ્ચિમ એશિયા અભ્યાસ કેન્દ્રના પ્રોફેસર પી.આર.કુમારસ્વામી.