આત્મનિર્ભર ભારતમાં પ્રવાસીઓની ભૂમિકા અંગે સમીક્ષા

ભારતના વિદેશમંત્રી ડો.જયશંકરે 16મી તારીખે પ્રવાસી ભારતીય દિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં – આત્મનિર્ભર ભારતમાં વિદેશમાં વસતા ભારતીયોની ભૂમિકા – વિષય પર સંબોધન કર્યું હતું. ડો.જયશંકરે કહ્યું કે, આ વર્ષની વિષય વસ્તુ આત્મનિર્ભર ભારતના અભિગમની સાથેના જોડાણો વધુ મજબૂત બનાવવા નવા આયામો ઊભા કરવામાં મદદ કરે છે.

વિદેશમંત્રીએ કહ્યું કે, આત્મનિર્ભર ભારતનો ઉદ્દેશ રાષ્ટ્રીય ક્ષમતા નિર્માણ વિકસાવવાનો છે. જેથી આપણે વૈશ્વિક સ્તરે મજબૂત યોગદાન આપી શકીએ. આ એક પ્રસંશનીય લક્ષ્ય છે પરંતુ કોવિડ રોગચાળાના અનુભવ પરથી દેશને વધુ વિશ્વસનીય, સ્થિતિસ્થાપક, ભરોસાપાત્ર સપ્લાઇ ચેનની આવશ્યકતા છે, તે બાબત પુરવાર થઈ છે. આ પ્રયાસોમાં ભારતીય સમુદાયને જોડવું સ્વાભાવિક છે.

રાષ્ટ્ર નિર્માણમાં ભારતીય સમુદાયે હંમેશાં ઉત્સાહભેર યોગદાન આપ્યું છે અને સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર લોકો તેમના સંસાધનો, તકનીક, શ્રેષ્ઠ પ્રેક્ટીસ તથા નવીનીકરણથી આ કાર્યમાં સહયોગ આપી શકે છે તથા તેઓ આ મહાત્મકાંક્ષી પ્રયાસને વૈશ્વિક સ્તરે પહોંચાડવામાં મદદ કરી શકે છે.

વિદેશમંત્રીએ આશા વ્યક્ત કરી કે, વિચારોનું આદાનપ્રદાન – આને વિશાળ સાહસ બનાવવા પ્રેરણારૂપ બની રહેશે.

આત્મનિર્ભર અભિયાનના પ્રારંભિક પગલા કોવિડ રોગચાળા દરમિયાન લેવાયા હતા. પ્રધાનમંત્રીએ ભારતને આત્મનિર્ભર બનાવવા માટે જરૂરી પગલા વિશે વાત કરી હતી. પીપીઇ કીટ, માસ્ક, વેન્ટીલેટર અને પરીક્ષણ કીટ – તમામ સ્તરે ભારતે પડકારનો સામનો કરવાની તેની ક્ષમતા દર્શાવી છે. આ કૃતનિશ્ચતા આપણી રાષ્ટ્રીય સંભાવનાઓ અને ક્ષમતાઓ માટેના વિશાળ અભિગમ તરીકે દ્રષ્ટીગોચર થઇ રહી છે.

૧૩ મહત્વપુર્ણ ઉત્પાદન ક્ષેત્રોમાં સહાય યોજના દેશના ઉત્પાદનક્ષેત્રને પરીવર્તનશીલ બનાવવાની ક્ષમતા ધરાવે છે. તેની સાથે રોજગારીનું સર્જન અને સમાવેશી વિકાસ જેવા પરીણામો પણ મળશે.

આ તમામ પગલા નવા ભારતના નિર્માણ માટે છે અને આપણે સમુદાય આમા સંપુર્ણ સહભાગી બને તે મહત્વપુર્ણ છે.

પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર અંગે બોલતા જણાવ્યું હતું કે જયારે ભારત આત્મનિર્ભર બનવાની વાત કરે છે ત્યારે તે સ્વકેન્દ્રીત પ્રણાલીની હિમાયત નથી કરતુ. ભારતની આત્મનિર્ભર પહેલમાં સમગ્ર વિશ્વની ખુશી, સહયોગ અને શાંતીની ભાવનાનો સમાવેશ થાય છે. સમગ્ર વિશ્વ ભારતના આ વૈશ્વિક હીતના ઉદેશોથી અવગત થાય તે મહત્વપુર્ણ હોવાથી ડોકટર જયશંકરે પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીની આ વાતને ભારપુર્વક રજુ કરી હતી.

વિશ્વ સાથેના સંબંધોએ આપણી પરંપરા અને માન્યતા રહી છે. માટે જ રોગચાળા દરમિયાન ભારતે પોતાની દવાઓની જરૂરિયાત પૂરી કરવાની સાથે અન્ય દેશોને પણ દવાઓ પૂરી પાડી હતી.

એ જ રીતે આપણે આપણાં લોકોને સ્વદેશ પરત આવ્યા સાથે સાથે પાડોશી દેશોના લોકોને પણ લાવ્યા.

અને હવે રસીના પુરવઠાની વાત કરીએ તોને અંગે પણ પ્રધાનમંત્રીએ ખાતરી આપી છે કે, ભારત  તેની આંતરરાષ્ટ્રીય જવાબદારી નિભાવશે.

ચોક્કસપણે ભારત વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થામાંનું એક બનવા ક્ષમતા અને શક્તિઓ વિકસાવવાની મહત્વકાંક્ષા ધરાવે છે આવી અન્ય માટે વિચાર કરવાની યોજના બનાવવાની અને વ્યૂહાત્મક કામગીરી કરવાની જરૂરિયાતને આપણે ઓળખી છે. આ માટે ચાલી રહેલા પ્રયાસો રાષ્ટ્રીય છે પણ તે વૈશ્વિક ભાગીદારી પર આધારિત છે.

અહીં નોંધવું રહ્યું કે, ભારત સ્થાનિક તથા વૈશ્વિક ઉદ્યોગકારો માટે સતત વેપારમાં સરળીકરણ કરી રહ્યું છે. આપણો ઉદ્દેશ આપણો વેપાર, રોકાણ અને સેવાઓ વધારવાનો હોઈ શકે પરંતુ તે ચોક્કસપણે વૈશ્વિક પુનઃ સંતુલનમાં ફાળો આપશે. ભારત તેની ક્ષમતાના કારણે વૈશ્વિક અર્થતંત્રનું ચાલકબળ બની શકે છે. અને વૈશ્વિક ધારાધોરણ અને વ્યવહાર અનુરૂપને વિશ્વસનીય ભાગીદાર અને ભરોસાપાત્ર સપ્લાયર બની શકે છે.

વિદેશમંત્રીએ કહ્યું કે, સ્વદેશમાં વિકસીત કોવિડની રસી આત્મનિર્ભરતાનું સૌથી મોટું ઉદાહરણ છે.

રસીકરણ અભિયાનના પ્રારંભ સાથે કોવિડ રસીકરણ કરી રહેલા કેટલાંક દેશોમાંનો ભારત એક દેશ બની રહેશે.

ડો.જયશંકરે કહ્યું કે, પ્રવાસી ભારતીયો આપણા રાષ્ટ્રીય વિકાસ અને આધુનિકીકરણના મહત્વપુર્ણ ભાગીદાર રહ્યા છે. તેમણે આશા વ્યક્ત કરી કે, પ્રવાસી ભારતીયોનો સહયોગ આત્મનિર્ભર અભિયાનમાં વધુ સમૃદ્ધિ લાવશે.

નિકિતા શાહ – રમેશ પરમાર –મુકેશ પરમાર